મુખ્યમંત્રીનાં આગમનને લઈ જૂનાગઢ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

0

ગુજરાતનાં મુખ્યમંત્રી ગત ર૪ ઓકટોબરનાં રોજ જૂનાગઢની મુલાકાતે આવ્યા હતાં અને વડાપ્રધાનશ્રીનાં હસ્તે થયેલ ગિરનાર રોપ-વે પ્રોજેકટનાં ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતાં. ત્યારબાદ ખુબજ ટુંકાગાળાની મુખ્યમંત્રીશ્રીની જૂનાગઢની બીજી મુલાકાત છે. જૂનાગઢ તેમજ કેશોદ ખાતે આજે તેઓ હાજરી આપનાર છે. મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈને બીલખા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિશાળ ડોમ બનાવવામાં આવ્યું છે.
જયારે આજનાં આ કાર્યક્રમ દરમ્યાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર, જીલ્લા પોલીસવડા રવિતેજા વાસમ શેટ્ટી, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં ૧ એસપી,
૧ એએસપી, ૬ ડીવાયએસપી, ૧૦ પીઆઈ, પ૦ પીએસઆઈ અને પ૦૦ પોલીસ કર્મચારીનો સ્ટાફ બંદોબસ્ત માટે તૈનાત કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!