વિસાવદર-કેશોદ પંથકમાં તસ્કરો ત્રાટકયા રૂા. બે લાખથી વધુની મત્તા ઉસેડી ગયાં

0

વિસાવદર અને કેશોદ પંથકમાં તસ્કરોએ મકાનોને નિશાન બનાવી રૂા. બે લાખથી વધુની મત્તા ઉસેડી ગયા હતાં. વિસાવદરનાં નાની મોણપરી ગામે રહેતા દિનેશભાઈ ડાયાભાઈ મકવાણા જૂનાગઢ ખરખરાનાં કામે ગયેલ ત્યારે અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશી અઢી તોલાની રૂા. ૪૩ હજારની કિંમતની સોનાની વીંટીની ચોરી કરી હતી. જયારે કેશોદનાં કરેણી ગામે રહેતા કડવાભાઈ ઉર્ફે કૌશિકભાઈ ડાયાભાઈ માલમનાં બંધ મકાનમાં ત્રાટકી તસ્કરો સોનાનાં દાગીના, એલ્યુમીનીયમનાં વાસણ અને સાડીઓ મળી કુલ રૂા. ૧,પપ,પ૦૦ની મત્તાની ચોરી કરી ગયા હતાં. જયારે કૌશિકભાઈનાં જ કેશોદ ખાતે આવેલા મકાનમાંથી તસ્કરો ચાંદીના દાગીના અને કપડા સહીત રૂા. ૩૦ હજારની મત્તા ચોરી ગયા હતાં. આ બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!