ટ્રાફિક પીએસઆઈની નીચેના કોઈ કર્મચારી વાહન ચેકિંગ નહી કરી શકે : ઉચ્ચ પોલીસ તંત્ર

0

ગુજરાતમાં દરેક શહેરની ટ્રાફિકની સમસ્યાને સુધારવા માટે રાજય સરકારમાં શહેરનાં હીતમાં નિર્ણય લીધો છે. જેનાંથી લોકો અને પોલીસ વચ્ચેનું ઘર્ષણ તો ઘટી જશે પરંતુ શહેરની ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થવાની શકયતા છે. શાખાનાં અધિકારીઓ સાથે મિટીંગ કરી હતી જેમાં એક મહત્વનો નિર્ણય લેવયો હતો, તે મુજબ હવેથી ટ્રાફિક પીઆઈ, પીએસઆઈ અને ઈન્ચાર્જએ ભરચક ટ્રાફિક દરમ્યાન સવારે ૧૦થી ૧ર કલાક અને સાંજનાં પ થી ૭ દરમ્યાન તેમનાં વિસ્તારનાં સોૈથી અગત્યનાં વિસ્તારમાં હાજર રહીને ફરજ બજાવવી પડશે. તેમજ ટ્રાફિક બ્રીગેડ હોમગાર્ડ અને જીઆરડીનાં માણસોને કોઈપણ પ્રકારનાં વાહનને રોકવાની અથવા તો ચેક કરવાની સત્તા નથી જેથી હવેથી ટ્રાફિક બ્રીગેડ, હોમગાર્ડ અને જીઆરડીનાં માણસોએ માત્ર ટ્રાફિકનું જ નિયમન કરવાનું રહેશે જયારે હવેથી ટ્રાફિક બાબતની ચેકીંગ કરવાની સત્તા માત્ર પીએસઆઈ અથવા તો સ્પેશ્યલ સ્કવોર્ડનાં માણસોને જ આપવામાં આવી છે અને એ.એસ.આઈ, હડે કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ હવેથી કોઈપણ પ્રકારનું ચેકીંગ કરી શકશે નહી અને ટ્રાફીક શાખાનાં તમામની મેમો બુક ઉપર લેવા માટે હુકમ કરી દેવાયો છે જેથી ટ્રાફિક પોલીસ ચેકીંગ નહી કરે તો ટ્રાફિકનાં નિયમન ઉપર વધુ ધ્યાન આપી શકશે. આ ઉપરાંત ટ્રાફિક શાખાનાં કર્મચારીઓને સારામાં સારો યુનિફોર્મ પહેરીને આવવાની તાકીદ કરી છે. આ નિર્ણયથી ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા કર્મચારીઓનો ગરાસ લૂંટાઈ જશે પણ લોકો આ નિર્ણયને ચોકકસ આવકાશે તેમ જણાઈ રહ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!