વેરાવળમાંથી રાજયભરમાં વૃધ્ધ વિધવાઓને છેતરપીંડીનો ભોગ બનાવતી આણંદની ઠગ મહિલા ઝડપાઇ

0

વિધવા બુઝુર્ગ મહિલાઓને સરકારી વિધવા સહાય યોજનાનો-પેન્શનનો લાભ અપાવવાની લાલચ આપી છેતરપીંડી કરતી આણંદના ઉમરેઠની ઠગ મહિલાની વેરાવળ પોલીસે છેતરપીંડી કરી ભેગા કરેલ અઢી લાખના સોનાના દાગીના સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઠગ મહિલાએ રાજયમાં ભાવનગર, રાજકોટ, ગોધરા, સુરત, ભાવનગર સહિતના અનેક શહેરોમાં છેતરપીંડીથી વૃધ્ધ મહિલાઓને ઠગેલ હોવાની સાથે સાતેક વર્ષ પહેલા પાસામાં જેલની હવા પણ ખાઇ ચુકી હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં બહાર આવેલ છે.
આ ઠગ મહિલા અંગે ડીવાયએેસપી બાંભણીયા, તપાસનીસ પીઆઇ ડી.ડી.પરમારે પત્રકાર પરીષદમાં જણાવેલ કે, વેરાવળના આદીત્ય પાર્કમાં રહેતા કમીબેન રાજાભાઇ કોડીયાતર તા.૨૮ ડીસે.ના રોજ ખોડાદા ગામ જવા માટે વેરાવળ બસ સ્ટેશન ગયેલ ત્યારે ત્રીસેક વર્ષની અજાણી મહિલા તેની પાસે આવી પોતે પેન્શન યોજનામાં નોકરી કરતી હોવાનું જણાવી સરકારએ હાલ વૃધ્ધ મહીલાઓ માટે ખુબ સરસ યોજનાઓ અમલમાં લાવી છે. જેમાં તમને દર મહીને પેન્શન (પૈસા) તમારા બેંક ખાતામાં જમા થઇ જશે. તેવી લાલચ આપી સાથે રીક્ષામાં બેસાડી વેરાવળ સરકારી હોસ્પીટલના નવા બિલ્ડીંગમાં ત્રીજા માળે લઇ જઇ યોજનાનો લાભ લેવા ફોટો પડાવો પાડવાનું તમોએ પહેરેલ સોનાના દાગીના કાઢી નાંખવાનું કહી વિશ્વાસમાં લઇ કમીબેનએ પહેરેલ દાગીના એક થેલીમાં મુકાવી ફોટો પડાવ્યો હતો. ત્યારબાદ ઉપર સાહેબ પાસે સહી સીકકા કરાવીનું આવવાનું કહી દાગીના રાખેલ થેલી લઇ છુમંતર થઇ ગઇ હતી. જે અંગે કમીબેનઅર્‌કિ. રૂા.૧.૫૦ લાખના સોનાનાં દાગીના લઇ જઇ છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે ડી-સ્ટાફ પોલીસે તપાસ હાથ ધરી હતી. સ્ટાફને મળેલ બાતમીના આધારે સૈયદબાનુ ફીરોજખાન પઠાણ રહે.ઉમરેઠ-આણંદ વાળી મહિલાને ઝડપી લીધેલ હતી. મહિલા પાસેથી (૧) બીસ્કીટ ડીઝાઇનનો પેન્ડલ સાથેનો સોનાનો ચેઇન વજન – ૨૧.૧૭૦ મીલીગ્રામ કી. રૂા.૮૫,૭૦૦, (૨) સર સાથેની સોનાની બુટી નંગ-૨ વજન ૧૮.૪૩૦ મીલીગ્રામ કી. રૂા.૭૩,૪૫૦, (૩) પટી ડીઝાઇનનો પેન્ડલ સાથેનો સોનાનો ચેઇન વજન – ૧૧.૧૪૦ મીલીગ્રામ કી. રૂા.૪૫,૩૦૦, (૪) સોનાની વીટી નંગ- ૧ વજન – ૧.૯૧૦ મીલીગ્રામ કી. રૂા.૭,૭૫૦ તથા રોકડા રૂા.૪૩ હજાર મળી કુલ રૂા.૨.૫૫ લાખનો મુદામાલ રીકવર કરવામાં આવેલ છે.
ઠગ મહિલા આ રીતે છેતરપીંડી આચરતી
ઠગ મહિલા સૈયદબાનુ કોઇપણ શહેરમાં જઇ હોટલમાં રોકાણ કરી પ્રથમ રેકી કરતી હતી. ત્યારબાદ મોટી ઉંમરની વિધવા મહીલાઓને ટાર્ગેટ બનાવી વિધવા પેન્શન અપાવવાની લાલચ આપી યેનકેન પ્રકારે પેન્શન યોજનાના કાર્ડ માટે ફોટા પડાવવતી વખતે ફોટામાં ઘરેણા ન આવવા જાેયે તેમજ પેન્શન મંજુર કરનાર સાહેબ સોનાના ઘરેણા પહેરેલ જાેશે તો પેન્શન મંજુર કરશે નહીં તેવા બહાનાઓ કરી વિધવા મહીલાઓને વિશ્વાસમાં લઇ તેઓએ પહેરેલ ઘરેણા ઉતરાવી પોતાની પાસે લઇ છુમંતર થઇ છેતરપીંડી આચરતી હોવાનું પ્રાથમીક પુછપરછમાં પોલીસને જાણવા મળેલ હતુ.
ઠગ મહિલાની ક્રાઇમ કુંડળી
છેલ્લા એકાદ વર્ષ દરમ્યાન આ ઠગ મહિલા સૈયદબાનુએ વેરાવળમાં બે, પ્રભાસપાટણ, અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, સિહોર, ગોધરા શહેરોમાંથી એક-એક વૃધ્ધ વિધવા મહિલાને ટારગેટ બનાવી લાખોની કિંમતના સોનાના દાગીનાની છેતરપીંડી કરી હોવાની પોલીસ પુછપરછમાં કબુલાત આપી છે. આ ઠગ મહિલા સૈયદબાનુ સને૨૦૧૪ થી આવી થીયરીથી છેતરપીંડીના ગુના આચરતી હોવાનું જાણવા મળેલ છે. આ ઠગ મહિલા સામે ભુતકાળમાં અમદાવાદમાં છ ગુનાઓ, આણંદ જીલ્લામાં બે ગુનાઓ, ગાંધીનગર અને વડોદરા શહેરોમાં એક-એક ગુનાઓમાં પોલીસના હાથે પકડાયેલ છે. જેમાં અમદાવાદ તથા વડોદરા શહેરના ગુનાઓ સબબ ઠગ મહિલા સૈયદબાનું બે વખત પાસા હેઠળ જેલની હવા ખાઇ ચુકી છે. આ ગુનાનો ભેદ ઉકેલવા પીએસઆઇ એચ.બી.મુસાર, નટુભા બસીયા, દેવદાનભાઇ, એલ.એલ.મોરી, સુનીલ માંડણભાઇ, ગીરીશ મુળાભાઇ, મયુર મેપાભાઇ, અરજણ મેસુરભાઇ, કમલેશ અરજણભાઇ, અશોક હમીરભાઇ, પ્રવિણ હમીરભાઇ તપાસમાં સક્રીય રહયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!