સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી બોર્ડમાં ત્રણ કો-ઓપ્ટ સભ્યોની નિમણૂંક માટેની એક ખાસ બેઠક યુનિવર્સિટીના સેનેટ હોલમાં તા.૧૯-૧-૧૯ના રોજ ૧૧-૩૦ કલાકે વરિષ્ઠ સદસ્ય ડો.દિલીપભાઈ ભટ્ટના અધ્યક્ષસ્થાને મળી હતી. આ મીટીંગમાં બોર્ડના ચેરમેન ડો.ઈરોસ વાજા, અધર-ધેન ચેરમેન ડો.મુકેશ ભેંસાણીયા, ડો.સીમાબેન ગીડા, પ્રિ. ડો.પ્રતિક દવે, ડો.ઓડ્રી બોરલો, ડો.નિહારીકા રાવત, પ્રા. હરેશ બાવિશી, ડો.જી.ડી. ચૌધરી, ડો.વિજયસિંહ સરવૈયા, પ્રા. યોગેશ ઠાકર, પ્રા. ભાવેશ ઉનડકટ સહિતના વરિષ્ઠ અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા અને સૂચવવામાં આવેલ તમામ નામો ઉપર પુખ્ત વિચારણા અને વિસ્તૃત ચર્ચાના અંતે ત્રણ સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ ત્રણ સભ્યોમાં સૌરાષ્ટ્ર યુનિ. અંગ્રેજી વિભાગના પૂર્વ અધ્યક્ષ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં બઢતીથી તેમજ સીધી ભરતીથી એમ બંને રીતે પ્રોફેસર તરીકે નિયુકત થયેલ હોય એવા અંગ્રેજી ભાષા સાહિત્યના એક માત્ર અધ્યાપક ડો.જયદીપસિંહ કે. ડોડિયા, અંગ્રેજી સાહિત્યમાં ગુણવતાસભર સંશોધન કરનાર ડો.પ્રિતીબેન નાયક તથા વરિષ્ઠ સાહિત્યકાર અંજુ ગુપ્તાની નિમણૂંક કરાઈ હતી. સમગ્ર નિમણૂંક પ્રક્રિયા માટે બોર્ડના તમામ સભ્યોને ચર્ચા કરવા માટે પૂર્ણ અવકાશ આપવામાં આવેલ હતો. ભૂતકાળમાં આર્ટસ ફેકલ્ટીનાં આ અંગ્રેજી વિષયના બોર્ડમાં સભ્યોની તથા પદાધિકારીઓની નિમણૂંક માટે તિવ્ર રસાકસી ભરી ચૂંટણીઓ યોજાતી હતી જેનાથી સૌરાષ્ટ્રનું શિક્ષણ જગત સારી રીતે વાકેફ છે. પરંતુ આ વખતે વિનિયન વિદ્યાશાખાના ડીન ડો.પ્રવિણસિંહ ચૌહાણ, અંગ્રેજી બોર્ડના ચેરમેન ડો.ઈરોસ વાજા, ઉપાધ્યક્ષ ડો.મુકેશ ભેંસાણીયા અને સભાધ્યક્ષ ડો.દિલીપભાઈ ભટ્ટના પરિણામલક્ષી પ્રયાસોથી ત્રણેય સભ્યોની નિમણુંક સર્વાનુમતે થઈ હતી અને આ ત્રણ સભ્યોની નિમણુંક માટે ચૂંટણી યોજવાનો પ્રશ્ર્ન ઉપસ્થિત થયો ન હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews