જૂનાગઢ શહેર ખાતે પોસ્ટ ખાતામાં, બેંક ખાતામાં તેમજ જુદી જુદી જગ્યાએ ઇન્વેસ્ટ કરવાની લાલચ આપી, ખોટી પાસબુક તથા રસીદ બનાવી, લાખો રૂપિયા ઓળવી જવા અંગે વિશ્વાસઘાત છેતરપિંડીના ગુન્હામાં આરોપીઓ ભરતભાઇ નારણભાઇ પરમાર (જાતે વાળંદ), તુષાર ભરતભાઇ પરમાર (જાતે વાળંદ) તથા ભારતીબેન ભરતભાઇ પરમાર (જાતે વાળંદ ઉવ. ૫૨ રહે. હાટકેશ્વર મંદિર પાસે, વાળંદ શેરી, જૂનાગઢ)ની અટક કરી, દિન ૭ ના પોલીસ રીમાન્ડ ઉપર મેળવી, સઘન તપાસ હાથ ધરવામાં આવેલ છે. જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જિલ્લા પોલોસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓની વિગતવારની તપાસ હાથ ધરી, ગરીબ માણસોનાં રૂપિયાઓની રિકવરી કરવા સુચના આપવામાં આવી છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.જે.બોદર, ભગાભાઈ, મેહુલભાઈ, નારણભાઇ, કૈલાશભાઈ, ચંદ્રેશભાઈ, સહિતની ટીમ દ્વારા પકડાયેલ આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી, પકડાયેલ આરોપીઓના રહેણાંક મકાનમાંથી પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ લેપટોપ નંગ ૨, કલર પ્રિન્ટર નંગ ૨, ડુપ્લીકેટ પોસ્ટ ઓફિસની સેવિંગ્સ અને ફિક્સ ડિપોઝીટ ખાતાની પાસબુક, જુદા જુદા મકાનના અસલ દસ્તાવેજાેની ફાઇલ, આરોપીઓના પાસપોર્ટ, રૂા. ૧૦, ૨૦, ૫૦, ૧૦૦ સહિતની કિંમતના જુદા જુદા કોરા સ્ટેમ્પ પેપર, મોટર સાયકલ નંગ ૪, સહિતનો તમામ મુદ્દામાલ ફોરેન્સિક લેબોરેટરી તથા હેન્ડ રાઇટિંગ એક્સપર્ટને મોકલી તપાસ કરવામાં આવનાર છે. ફોરેન્સિક લેબોરેટરી તથા હેન્ડ રાઇટિંગ એક્સપર્ટને મુદ્દામાલ મોકલી, કેટલા બોગસ દસ્તાવેજ તથા બોગસ પાસબુક, રિસીપ્ટ બનાવેલ છે, તે બાબતે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવનાર છે. પોલીસ રીમાન્ડ ઉપર રહેલા ત્રણેય આરોપીઓની પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવતા, ત્રણેય આરોપી ભાંગી પડેલ હતા અને શેર બજારમાં રોકાણ કરવાની લાલચમાં પોતે પોતાના ગ્રાહકો સાથે છેતરપિંડી કરેલાની કબૂલાત કરેલ હતી અને પોતાને શેર બજારની ફ્રેન્ચાઈજી મેળવવાની લાલચમાં જે લેણું થઈ ગયેલ તે ભરપાઈ કરવા પોતાના ગ્રાહકો સાથે ઠગાઈ કરવામાં આવેલ તે બાબતે પસ્તાવો વ્યકત કરી, પોતે પોતાની જેટલી મિલ્કત છે તે તમામ મિલ્કત વેંચી, ગરીબ માણસોના રૂપિયા ચૂકવી દેવાની પણ તૈયારી પોલીસ સમક્ષ બતાવેલ હતી. સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.જે.બોદર તથા સ્ટાફની ટીમ દ્વારા આરોપીઓની મિલ્કત કયાં કયાં આવેલ છે ? કેટલા મકાન અને દુકાન તેમના નામે છે? વિગેરે બાબતે રેકર્ડ એકત્રિત કરવાનું શરૂ કરવામાં આવેલ છે. પોલીસ દ્વારા પકડાયેલ આરોપીઓની તે દિશામાં પૂછપરછ હાથ ધરી, જૂનાગઢ શહેરમાં લાખોની છેતરપિંડીના ગુન્હામાં પકડાયેલ પોલીસ રીમાન્ડ ઉપર રહેલા ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી, આરોપીઓ પાસેથી ગરીબ માણસોના ફસાયેલા રૂપિયા રિકવર કરવા, વધુ તપાસ સી ડિવિઝન પોલોસ સ્ટેશનના પીએસઆઇ પી.જે.બોદર તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews