જૂનાગઢ ખાતે વિવેકાનંદ ગ્રાઉન્ડમાં ઓલ ઇન્ડિયા ક્રિકેટ ટુર્નામેન્ટ ડીસી કપનું આયોજન કરાયું હતું જેમા ગઈકાલે રમાયેલ ફાઈનલ મેચમાં પવન ૧૧ગોંડલ દૃજ દર્શન ૧૧રાજકોટ વચ્ચે મેચ જિતવા ભારે રસાકસી સર્જાઈ હતી જેને નિહાળવા માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રની ક્રિકેટપ્રેમી જનતા વિવેકાનંદ ગ્રાઉન્ડમાં આવી પહોંચી હતી. ફાઈનલમાં રાજકોટની દર્શન ઇલેવન ક્રિકેટ ટુર્નામેન્ટની વિજેતા થઇ હતી. જૂનાગઢ વોર્ડ નંબર ૩ ના ભાજપના કોર્પોરેટર અબ્બાસભાઈ કુરેશી , સલીમભાઈ ડ્ઢઝ્ર અને હીરાભાઈ વાંદા, નફિસ બાબી, તોફીક બખાઈ દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં માત્ર સૌરાષ્ટ્ર જ નહિ પરંતુ મુંબઇ સુધીના પ્લેયર જૂનાગઢના વિવેકાનંદ ગ્રાઉન્ડમાં રમવા આવી પહોંચ્યા હતા. ક્રિકેટ ટુર્નામેન્ટની વિજેતા ટીમ અને રનર્સ-અપ ટીમને ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં જૂનાગઢના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશભાઈ ધુલેશીયા, ભાજપ શહેર પ્રમુખ પુનિતભાઈ શર્મા, વિરોધ પક્ષના નેતા અદ્રેમાનભાઈ પંજા, અશરફભાઈ થઈમ, અસ્લમભાઇ કુરેશી, અબ્બાસભાઈ કુરેશી વગેરેએ ટ્રોફી તથા રોકડ પુરસ્કાર એનાયત કરી વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવી હતી. જૂનાગઢના અવસાન પામેલા ભૂતપૂર્વ ક્રિકેટરોની યાદમાં આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું અને તેમને શ્રધ્ધાંંજલિ પાઠવાઈ હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews