જૂનાગઢમાં કાતિલ ઠંડીનું સામ્રાજય, ગિરનાર પર્વત ઉપર ર.૮ ડિગ્રી તાપમાન

0

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસ થયાં બર્ફિલા ઠંડા પવનોનું વાયરૂ ફુંકાયું છે અને જેને લઈને ઠંડીમાં વધારો થયો છે. ટાઢા ટબુલકા જેવા વાતાવરણમાં જનજીવન પ્રભાવિત બની ગયંુ છે. જૂનાગઢ શહેરનું આજનું તાપમાન ૭.૮ ડિગ્રી અને ગિરનાર પર્વત ઉપર ર.૮ ડિગ્રી તાપમાન રહયં છે.
જૂનાગઢ શહેરમાં લઘુત્તમ તાપમાનમાં મામુલી ફેરફાર થયો હતો. પરંતુ પવનની ઝડપ વધી ગઈ હતી. એક જ દિવસમાં ૧.૯ કિમીના વધારા સાથે પ.૩ કિમીની ઝડપે ઠંડાગાર પવન ફુંકાતા શહેરનાં વાતાવરણમાં દિવસભર ટાઢોડું અનુભવાયું હતું. આજે જૂનાગઢ શહેરમાં ૭.૮ ડિગ્રી અને ગિરનાર પર્વત ઉપર ર.૮ ડિગ્રી તાપમાન રહયું હતું. જૂનાગઢ શહેરમાં શનિવારે પવનની ઝડપ ૩.૪ કિમી પ્રતિ કલાકની રહી હતી. જયારે લઘુત્તમ તાપમાન ૧ર.૯ ડિગ્રી રહયું હતું. જયારે રવિવારે લઘુત્તમ તાપમાન ૧ર.૮ ડિગ્રી રહયું હતું. આમ, લઘુત્તમ તાપમાનમાં સાવ મામુલી ઘટાડો થયો હતો. જાેકે, પવનની ઝડપમાં એક જ દિવસમાં ૧.૯ કિમી પ્રતિ કલાકની વધારો થયો હતો. શનિવારે પવનની ઝડપ ૩.૪ કિમી હતી જે ૧.૯ કિમી વધીને રવિવારે પ.૩ કિમી પ્રતિ કલાકની થઈ જવા પામી હતી. આમ, દિવસભર તેજ ગતિથી ઠંડાગાર પવન ફુંકાતા શહેરીજનોને વાતાવરણમાં ભારે ઠંડકની અનુભૂતિ થઈ હતી. લોકોને આખો દિવસ ગરમ કપડાનો સહારો લેવો પડયો હતો. દરમ્યાન શહેરમાં ૧ર.૮ અને ગિરનાર પર્વત ઉપર ૭.૮ ડિગ્રી ઠંડી રહી હતી. શહેરમાં મહત્તમ તાપમાન ર૭.૯ ડિગ્રી રહયું હતું. જયારે ભેજનું પ્રમાણ સવારે ૭૮ ટકા અને બપોર બાદ ૧૮ ટકા થઈ ગયું હતું. આજે જૂનાગઢ શહેરમાં ૭.૮ ડિગ્રી અને ગિરનાર પર્વત ઉપર ર.૮ ડિગ્રી તાપમાન રહયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!