અંબાજી માતાજીનાં મંદિર પરીસરમાં સૌ પ્રથમવાર ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે

0

આવતીકાલે ૭રમાં પ્રજાસત્તાક પર્વની જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં સાદાઈથી અને ગૌરવભેર ઉજવણી થવાની છે. કોરોનાનાં સંક્રમણ કાળમાં સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર કાર્યક્રમ યોજાઈ રહયા છે. દરમ્યાન ગરવા ગિરનાર ખાતે બિરાજતાં અંબાજી માતાજીનાં મંદિરે આવતીકાલે ર૬ મી જાન્યુઆરીનાં રોજ પ્રજાસત્તાક પર્વ નિમીતે મંદિર પરિસરમાં ધ્વજ વંદનનો કાર્યક્રમ અને રાષ્ટ્રધ્વજને સલામી આપવાનો કાર્યક્રમ જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવીની ઉપસ્થિતિમાં યોજાશે. ગિરનાર અંબાજી મંદિરનાં મહંત મોટાપીરબાવા તનસુખગીરીબાપુ અને નાનાપીરબાવા ગણપતગીરીબાપુની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આયોજકો તરફથી કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!