જૂનાગઢમાં ગાળો બોલવા બાબતે હુમલો, સામ-સામી ફરીયાદ

0

જૂનાગઢમાં ગાળો બોલવા બાબતે બોલાચાલી થતાં હુમલાનો બનાવ બનવા પામેલ છે. જેમાં સામ-સામી પોલીસ ફરીયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર લીમડાચોક, સેજની ટાંકી પાસે ભરત એપાર્ટમેન્ટવાળી ગલીમાં રહેતા મરીયમબેન કાસમભાઈ સીડાએ વસીમ ઈકબાલ પઠાણ, ખતીજાબેન વસીમભાઈ પઠાણ, વસીમનો સાળો, પાછો વસીમનો સાળો વગેરે ચાર સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ કે આ કામનો આરોપી નં.૧ ગાળો બોલતો હોય જેથી ફરીયાદી તથા સાહેદોએ તેમને કહેલ કે તમે કોને ગાળો બોલો છો તેમ કહેતા આરોપી નંબર (૧)નાએ કહેલ કે તમને કહું છું તેમ કહી ગાળો બોલી આરોપી નંબર (૧) નાએ ફરીયાદીને માથામાં લોખંડનો પાઈપ મારી ઈજા કરી તેમજ આરોપી નંબર (ર) નાએ સાહેદ નસીમાબેનને લાકડાના ધોકાથી હાથમાં તથા માથામાં માર મારી ઈજા કરી તેમજ આરોપી નંબર (૩) નાએ સાહેદ ફરીદાબેનને લાકડીથી ડાબા હાથમાં મુંઢમાર મારી ઈજા કરી તેમજ સાહેદ મહમદ હુશેન તથા ફિરોજાબેન છોડવવા વચ્ચે પડતા આરોપી નંબર (૧) નાએ સાહેદ મહમદહુશેન લોખંડના પાઈપથી માથામાં ઈજા કરી તેમજ ફિરોજાબેનને પણ જમણા હાથે પાઈપ મારી ઈજા પહોંચાડયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ વિવિધ કલમો અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. દરમ્યાન આ બનાવ અંગે સામા પક્ષે પણ ફરીયાદ નોંધાઈ છે કે, જેમાં ખતીજાબેન વસીમભાઈ પઠાણ (ઉ.વ.૩૦)એ જુનેદ ગામેતી, મહમદ હુશેન, મરીયમબેન સીડા, નસીમબેન સીડા, ફરીદાબેન સીડા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના સાહેદ વસીમભાઈએ આરોપી નંબર (૧) નાને તેમની ગાડી સરખી રાખવાનુ કહેતા આરોપીએ ગાળો કાઢી જાનથી મારી નાંખવાની ધમકી આપી તેમજ ફરીયાદીને જમણા હાથના બાવળા ઉપર છરી મારી ઈજા કરી તેમજ આરોપી નંબર (ર) નાએ ફરીયાદીને ડાબા હાથના કાંડા પાસે છરી મારી ઈજા કરેલ. તેમજ પાછળથી આરોપી નંબર (૩) થી (પ) નાએ લાકડીઓ લઈને આવી ગાળો બોલી ઝઘડો કરી સાહેદોને શરીરે ઈજા કરી આરોપીઓએ એકબીજાને મદદગારી કરતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!