જામકંડોરણામાં ૭૨માં પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાની ઉજવણી તાલુકા શાળા ખાતે કરવામાં આવી

0

જામકંડોરણામાં ૭૨માં પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી તાલુકા શાળા ખાતે કરવામાં આવી હતી. જેમાં મામલતદાર વી.આર.મૂળિયાસીયાનાં હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. સાથે સાથે તાલુકા શાળાના પ્રાંગણમાં મામલતદાર, ટીડીઓ અને રાજકિય સામાજિક આગેવાનોના હસ્તે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જામકંડોરણા મામલતદાર મૂળિયાસિયા, તાલુકા વિકાસ અધિકારી બગથરીયા, ના.મામલતદાર લુણાગરિયા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ, સરપંચ ગૌતમભાઈ વ્યાસ, જિલ્લા પંચાયત સભ્ય મનોજભાઈ બાલધા, ગૌ સેવા સમિતી પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા, વેપારી અગ્રણી ઇન્દુભાઈ મેહતા, હસુભા જાડેજા, કરશનભાઇ સોરઠીયા અને પત્રકાર મિત્રો તેમજ સામાજિક અને વેપારી અગ્રણીઓએ હાજરી આપી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!