જૂનાગઢમાં સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ઘર વિહોણા વૃધ્ધો માટે પેટી પલંગ સાથે ગાદલા ,ઓસીકા, બ્લેન્કેટ, મચ્છર દાની વિગેરે અર્પણ કરવામાં આવેલ છે. ઓચિંતી આવી પડેલી મુશ્કેલીઓમાં બહેનોને ક્યાં જવું તે મોટો પ્રશ્ન છે. આ પ્રશ્નના નિરાકરણ માટે સરકારની ડે.એન.યુ.એલ. અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા સુખનાથ ચોક માં આશ્રય સ્થાન કાર્યરત છે જેનું સંચાલન સત્યમ સેવા યુવક મંડળને ૨૦૧૮ માં સોંપવામાં આવેલ હતું. આ આશ્રયસ્થાનમાં દાતાઓ યોગેશભાઈ પાઠક, મુંબઈતરફથી ૩ પેટી પલંગ, ૮ ગાદલાના સેટ, મધુરિકાબેન રશ્મીકાન્તભાઈ રૂપારેલિયા તરફથી ૩ પેટી પલંગ, ગૌ વાસી પાર્વતીબેન કાનજીભાઈ ચૌહાણ તરફથી બે પેટી પલંગ, જૂનાગઢના મેયર ધીરૂભાઈ ગોહેલ તરફથી ૧ પેટી પલંગ, શાંતિભાઈ જેઠવા દ્વારા એલઈડી ટીવી આપવામાં આવેલ હતું. આ તમામ વસ્તુઓ આશ્રિત બહેનોને મેયર ધીરૂભાઈ ગોહેલની ઉપસ્થિતિમાં અર્પણ કરવા માટે તા.૨૫-૧-૨૦૨૧ ના રોજ કાર્યક્રમ રાખવામાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં કમિશ્નર તુષાર સુમેરા, ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશ ભાઈ ધુલેશીયા ઉપસ્થિત રહ્યા હતા. આ ક્રાયક્રમને સફળ બનાવવા માટે સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઇ વાજા, ટ્રસ્ટી શાંતાબેન બેસ, કમલેશભાઈ પંડ્યા, અલ્પેશભાઈ પરમાર, વર્ષાબેન બોરીચાંગર, પ્રવિણભાઈ જાેષી, મનોજભાઈ સાવલિયા, કમલેશભાઈ ટાંક તેમજ સંશ્થાના બહેનોએ જહેમત ઉઠાવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews