કેશોદ : અનુસુચિત જાતીને અંગ્રેજી ભાષામાં પ્રમાણપત્ર આપવા ડે. કલેકટરને આવેદનપત્ર અપાયું

0

કેશોદ તાલુકાના અનુસુચિત જનજાતી કેટેગરીના પંદરસોથી વધુ અરજદારોની સહીઓ સાથે દાસાભાઈ ખાંભલાની આગેવાનીમાં રબારી સમાજની ઉપસ્થિતિમાં ડે. કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું જેમાં જણાવેલ છે કે, અનુસુચિત જનજાતીના પ્રમાણપત્ર ગુજરાતીમાં ભાષામાં આપવામાં આવેલ છે જે પ્રમાણપત્રો જુદી જુદી સરકારી ભરતીઓમાં અંગ્રેજી ભાષામાં માંગવામાં આવે છે અને તેના કારણે અનેક યુવાનો નિમણુંકથી વંચિત રહે છે. તેમજ જુદી જુદી સરકારની યોજનાઓમાં પણ અંગ્રેજી ભાષામાં પ્રમાણપત્ર માંગવામાં આવે છે. અન્ય તાલુકાઓમાં અંગ્રેજી ભાષામાં પ્રમાણપત્ર આપવામાં આવે છે ત્યારે કેશોદ તાલુકામાં પણ અંગ્રેજી ભાષામાં પ્રમાણપત્ર આપવામાં આવે તેવી માંગણી સાથે ડે. કલેકટર મારફત મુખ્યમંત્રીને સંબોધી આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. આવેદનપત્રના અંતે જણાવેલ હતું કે, આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી દરમ્યાન અંગ્રેજી ભાષામ પ્રમાણપત્ર આપવામાં નહી આવે તો રબારી જ્ઞાતી, મંડળો દ્વારા ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!