જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં કાતિલ ઠંડીની સાથે સાથે કોલ્ડવેવ જેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. ૩૧ જાન્યુઆરી સુધી ઠંડીનું આ તિવ્ર મોજુ રહેશે.
જૂનાગઢ શહેરમાં બુધવારે લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને ૭ ડિગ્રીએ આવી જતાં ર૭ જાન્યુઆરી શિયાળાનો સૌથી ઠંડો દિવસ રહયો હતો. શહેરમાં ૭ અને ગિરનારમાં ર ડિગ્રી કાતીલ ઠંડી પડી હતી. પરિણામે દિવસભર ગરમ કપડાનો સહારો લેવા છતાં લોકોને હાજા ગગડાવતી ઠંડીનો અહેસાસ થયો હતો. દરમ્યાન હજુ ૩૧ જાન્યુઆરી સુધી કોલ્ડ વેવની આગાહી હોય લઘુત્તમ તાપમાનનો પારો ૧૦ ડિગ્રીની અંદર રહેશે.
આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામીણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, ર૭ જાન્યુઆરીએ લઘુત્તમ તાપમાન માત્ર ૭ ડિગ્રી થઈ ગયું હતું. પરિણામે લોકો રીતસર ઠંડીથી ધ્રુજી ઉઠયા હતા. જયારે ગિરનાર વિસ્તારમાં તો માત્ર ર ડિગ્રી તાપમાન થતાં લોકોને ગરમ કપડાનો સહારો લેવા છતાં હાડ થિજાવતી ઠંડીની અનુભુતિ થઈ હતી. દરમ્યાન હજુ આગાહી હોય વાતાવરણ ટાઢુંબોળ રહેશે. ત્યારબાદ ફેબ્રુઆરીથી ઠંડીમાં થોડી રાહત રહેશે. આમ, ૩૧ જાન્યુઆરી સુધી ઠંડી લોકોના હાજા ગગડાવાશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews