નસીબ હોય તો સિંહ દર્શન, નહીંતર જંગલ દર્શન

0

જૂનાગઢમાં ગિરનાર નેચર સફારી પાર્કનો પ્રારંભ કરવામાં આવેલ છે. પરંતુ આપણામાં જેમ એક કહેવત છે કે, નસીબમાં હોય તો સુખ – સુવિધા અને સમૃધ્ધિ મળે તેવુંજ આ સફારી પાર્કનું પણ થાય એમ છે. નસીબ હોય તો સિંહ દર્શન નહીં તો જંગલ દર્શન તેવો ઘાટ થશે જેથી ઘણી બધી સુવિધા વધારવાની જરૂર છે. ઘણાં લાંબા સમયથી સફારી પાર્ક શરૂ કરવાની માંગણી અને લાગણી હતી આ દરમ્યાન તાજેતરમાં જૂનાગઢની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખાતમુહૂર્તનાં કાર્યક્રમમાં જૂનાગઢનાં વિકાસ માટેની વધુ એક જાહેરાત કરી હતી અને જેમાં ઈન્દ્રેશ્વર સફારી પાર્ક શરૂ કરવા જણાવ્યું હતું. દરમ્યાન ર૬મી જાન્યુઆરીનાં રોજ પ્રજાસતાક પર્વનાં દિવસે ગિરનાર નેચર સફારી શરૂ કરવામાં આવી છે. ત્યારે એક તરફ આનંદની લાગણી વ્યાપી ગઈ છે. તો બીજી તરફ હજુ પણ ગિરનાર નેચર સફારી પાર્કને જાે સફળ બનાવવું હોય તો વધારે આયોજનની જરૂર છે તેમ પણ પ્રવાસી જનતાને લાગ્યું છે.
જૂનાગઢના ગિરનાર જંગલમાં નેચર સફારી પાર્ક શરૂ કરવામાં આવ્યું છે. ર૪ જાન્યુઆરી ર૦ર૧ થી તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ૧૩ કિમી જવાનાં અને ૧૩ કિમી આવવાનાં રૂટ ઉપર ફરવાનાં ર૯૦૦ રૂપિયા વસુલ કરાશે. જયારે ગિરનારના જંગલમાં બાવન જેટલા સિંહો છે પરંતુ અહિં લાયન સફારી પાર્ક નહિ નેચર સફારી પાર્ક છે જેથી જંગલનો આનંદ તમે માણી શકો છો, પરંતુ સિંહ દર્શન થશે તેની કોઈ ગેરંટી નહી રહે. પરિણામે ર૯૦૦ રૂપિયાની ફી ભરીને પણ તમે માત્ર જંગલ દર્શન કરી શકશો. સિંહ તો નસીબમાં હશે તો જાેવા મળશે. એમાંયે સવારના ભાગે નો કદાચ જાેવા મળશે. સાંજના સમયે તો પ્રવાસીઓને મોટાભાગે નિરાશ થવાનો જ વારો આવશે તેવું વન્યજીવ સૃષ્ટિ સાથે સંકળાયેલા લોકોનું માનવું છે.
ગિરનાર નેચર સફારીની વિગતો
• કુદરતના લાભો તેના સ્ત્રોતો વિશે લોક જાગૃતિ, વન અને વન્ય જીવ વિશે શિક્ષણ અને સમજ આપવી. ગિરનાર નજીકના લોકોને ગિરનાર સંરક્ષણમાં સમાવિષ્ટ કરવા અને ગિરનારને ઈકો સિસ્ટમની દ્રષ્ટીએ સંરક્ષિત કરવા.
• ર૦૦૮ માં અભ્યારણ જાહેર, સમૃધ્ધ વનસ્પતિ અને પ્રાણીજાતિના કારણે પુનર્જીવન ક્ષમતા સાથે સ્થિર ઈકો સિસ્ટમ બન્યું. એશિયાટીક સિંહોની વસ્તિ એકમાત્ર ગુજરાતમાં છે, તે સિવાય ૩૭ સસ્તન જાતિઓ અને ૩૮ સરિસૃપો છે, પક્ષીઓની ૩૦૦થી વધુ પ્રજાતિઓ છે અનેક પક્ષીઓ માટે પ્રજાજન સ્થળ છે. ત્રણ ગીધની જાતિઓ ધરાવે છે જેમાં દુર્લભ રાજગીધનો સમાવેશ થાય છે.
• સવારે ૪ અને સાંજ ૪ મળી કુલ ૮ પરમીટ નિકળશે. બુકિંગ અને રિસેપ્શન સેન્ટર ઈન્દ્રેશ્વર નાકા રહેશે.
• જીપ્સીમાં ૬ પુખ્ત અને ૧ બાળક (૩ થી ૧ર વર્ષનો) મળી ૭ પ્રવાસી જઈ શકશે.
• વધુમાં વધુ ૩૬ પ્રવાસી જઈ શકશે.
• ઈન્દ્રેશ્વરથી જાંબુડી થઈ પાતુરણ વન વિસ્તારનો ૧૩ કિમીનો રૂટ જાેતા જવા-આવવાના ર૭ કિમીનો રૂટ થશે.
• તમે નેચર સફારી પાર્કમાં રૂપિયા ખર્ચ કરવા ન માંગતા હોય તો ગિરનાર જંગલમાં સરકડીયા હનુમાન, બોરદેવી, રામનાથ, મથુરેશ્વર, ઈન્દ્રેશ્વર આ ઉપરાંત કનકાઈ પણ વન વિભાગનાં નિયમ મુજબ મફત પોતાનાં વાહનમાં જઈ શકાય છે.
રજાનાં દિવસોમાં ર૦૦ રૂપિયા વધુ ચુકવવા પડશે
• ૬ વ્યકિતના ૮૦૦ પરમિટના, ૩ થી ૧ર વર્ષના બાળકનાં ૧૦૦ એકસ્ટ્રા, જીપ્સીના ૧૭૦૦ અને ગાઈડના ૪૦૦.
• શનિ-રવિ રજા કે તહેવારોના દિવસે પરમીટના ૮૦૦નાં બદલે ૧૦૦૦ તેમજ બાળકોના ૧૦૦ના બદલે ૧રપ ચુકવવાના થશે.
• ગાઈડ અને જીપ્સીનું ભાડું રેગ્યુલર ૪૦૦ અને ૧૭૦૦ ગણાશે. આમ, ૩૧૦૦ રૂપિયા ચુકવવાના થશે.
• વિદેશીઓ માટે ૬ વ્યકિતના પરમીટના પ,૬૦૦ બાળકના ૧,૪૦૦.
• શનિ-રવિ રજાના કે તહેવારોના દિવસે ૬ વ્યકિતના પરમીટના ૭૦૦૦ તેમજ વધારાના બાળકના ૧,૭પ૦નો ચાર્જ ચુકવવાનો થશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!