બાંટવામાં પૈસા બાબતની બોલાચાલીમાં મારામારી : બે સામે ફરીયાદ

0

જૂનાગઢ જીલ્લાનાં બાંટવા ખાતે પૈસા બાબતની બોલાચાલીમાં માર મારવામાં આવ્યો હોવાની બે સામે ફરીયાદ નોંધાય છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર બાંટવા સરકારી હાઈસ્કુલ પાછળ રહેતા હર્ષદ ધનજીભાઈ જેઠવા (ઉ.વ. ૩૦)એ આ કામનાં આરોપી ગોરધન પ્રવિણભાઈ અને રણજીત પ્રવિણભાઈ સામે ફરીયાદીની માતાને આ કામના આરોપીના પિતાએ કહેલ કે તમારા દિકરા પાસે હું રૂપિયા માંગુ છું. જેથી ફરીયાદી તથા તેની માતા આરોપીના પિતાની ઘરે ચોખવટ કરવા ગયેલ બાદ ફરી બાંટવા બસ સ્ટેશને કામ કરતા હોય ત્યાં આ કામના બંને આરોપીઓએ આવી ફરીયાદીને ગાળો બોલી તું અમારી ઘરે શા માટે આવેલ હતો તેમ કહેતા ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપીએ ઉશ્કેરાઈ જઈ નં.૧નાએ પ્લાસ્ટીકનાં પાઈપ વતી તથા નં.રનાએ પાવડાનાં હાથા વતી ફરીયાદીને માથાના ભાગે માર મારી એકબીજાને ગુન્હો કરવામાં મદદગારી કરી જીલ્લા મેજીસ્ટ્રેટનાં હથિયારબંધી જાહેરનામાનો ભંગ કર્યાની ફરીયાદ નોંધાવતાં આ બનાવની વધુ તપાસ બાંટવાનાં હે.કો. એમ.એમ. સીસોદીયાએ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!