બિલખાના રાવતસાગર તળાવમાંથી પિયતનાં નામે પાણીનો બગાડ થશે તો કોર્ટ કાર્યવાહી કરવા સરપંચની ચિમકી

0

બિલખાથી પાંચ કિ.મી. દૂર આવેલ ર૪ ફૂટની સપાટી અને ૧.પ કિ.મી.નો ઘેરાવો ધરાવતું રાવતસાગર તળાવ બિલખાની જનતા માટે જીવાદોરી સમાન છે. સિંચાઈ વિભાગ હસ્તકના આ તળાવમાંથી ખેડૂતોને ખેતી માટે પાણી પુરૂં પાડવામાં આવે છે. સિંચાઈ વિભાગે પાણી માટેની વિતરણ વ્યવસ્થા પિયત મંડળીઓને સોંપી દીધી હોય હાલમાં ‘બોડી બામણીનાં ખેતર’ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગત વર્ષે ખુબ જ સારો વરસાદ થવાને કારણે રાવતસાગર તળાવ સંપૂર્ણ ભરાઈ ગયું હતું પરંતુ ઉનાળા દરમ્યાન તંત્ર કોરોનાની લડતમાં વ્યસ્ત હતું ત્યારે સિંચાઈ વિભાગે પાણીનો પુષ્કળ બગાડ કરી આ તળાવને તળીયા ઝાટક કરી દીધું હતું. એટલા માટે જ આ વર્ષે પાણીનો બગાડ ન થાય એવા હેતુથી બિલખાના સરપંચ મહેન્દ્ર નાગ્રેચાએ સિંચાઈ વિભાગને યોગ્ય કરવા રજૂઆત કરી છે. જાે સિંચાઈ વિભાગ દ્વારા યોગ્ય પગલાં નહીં લેવાય તો રાષ્ટ્રીય જળ સંપત્તિનો ખોટી રીતે બગાડ કરવા બાબતે કોર્ટમાં પીટીશન દાખલ કરવાની ચિમકી આપી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!