અમદાવાદની ૧પ૧ હોસ્પીટલોને ફાયર એનઓસી મેળવવા ગુજરાત હાઈકોર્ટે આપી છેલ્લી તક

0

અમદાવાદ શહેરમાં ફાયર એનઓસી નહીં ધરાવનાર ૧૫૧ હોસ્પિટલોને નોટિસ પાઠવવાનો ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ કર્યો છે. હવે આ આદેશ પછી પણ જાે ૧૫૧ હોસ્પિટલો ફાયર એનોઅસી નહીં મેળવે અને નિયમોનું પાલન નહીં કરે તો આ હોસ્પિટલોમાં દર્દીઓને પણ દાખલ કરી શકાશે નહીં. ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ૧૫મી ડિસેમ્બર ૨૦૨૦ના રોજ આપવામાં આવેલા નિર્દેશો પ્રમાણે ક્યા પ્રકારના પગલાં લેવામાં આવ્યા તેનો સ્ટેટ્‌સ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું ૧૫૧ હોસ્પિટલો પાસે ફાયર એનઓસી મેળવવાનો હજી ચાર સપ્તાહ સુધીનો સમય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એડવોકેટ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, માર્કેટમાં ફાયર ઉપકરણોની તંગી હોવાથી ૧૫૧ હોસ્પિટલો કદાચ ફાયર એનઓસી મેળવી શકાયા નથી. આ તમામ હોસ્પિટલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ફાયર એનઓસી મેળવવાનો પૂરતો પ્રયાસ પણ કરી રહ્યાં છે. અરજદાર એડવોકેટે રજૂઆત કરી હતી કે, ૧૫૧ હોસ્પિટલોના જે પણ માલિક હોય પણ જાે આ હોસ્પિટલમાં કોઈ દુર્ઘટના સર્જાય તો નિયમોનું પાલન ન કરવાની જવાબદારી કોની બનશે ? આવા લોકો બેદરકાર નાગરિકો છે. અમદાવાદ શહેરમાં કુલ ૨૨૪૯ હોસ્પિટલો આવેલ છે જે પૈકી હાલ વર્તમાન સમય પ્રમાણે ૧૫૧ હોસ્પિટલો પાસે ફાયર એનોઅસી નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત ૩૧મી ડિસેમ્બરના રોજ તમામ હોસ્પિટલોને ફાયર એનઓસી અને નિયમોનું પાલન કરવા માટે જાહેર નોટિસ પણ આપવામાં આવી હતી જે મુજબ ૧૫ દિવસમાં નિયમોનું પાલન કરવાનું હતું. અમદાવાદની શ્રેય કોવિડ હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ બાદ ફાયર એનઓસીનું પાલન ન કરનાર હોસ્પિટલો સામે કાર્યવાહીની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રેય હોસ્પિટલમાં આગની દુર્ઘટનાને લીધે ૮ લોકોના મોત નીપજ્યાં હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!