રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે માગદર્શીકા જાહેર ડોર ટુ ડોર પ્રચાર માટે પાંચ વ્યક્તિઓને જ મંજૂરી : નોડલ ઓફિસર નિમાશે

0

ગુજરાત રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. કોરોના મહામારી વચ્ચે ચૂંટણી યોજવી પડકાર સમાન હોવાથી રાજય ચૂંટણીપંચે ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં રાજય કક્ષાએથી લઈ નગરપાલિકા અને તાલુકા કક્ષાએ નોડલ ઓફિસરની નિમણુંક કરવામાં આવશે. તેમજ ઉમેદવારોને ઓનલાઈન પ્રચાર કરવા ઉપર ભાર મુકવામાં આવ્યો છે. ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ ચૂંટણીમાં ડોર ટુ ડોર પ્રચાર માટે પાંચ વ્યકિતઓને જ મંજૂરી આપવામાં આવી છે. શકય હોય ત્યાં સુધી ઉમેદવારોને ઓનલાઈન પ્રચાર કરવા સૂચન અપાયા છે. જાે કોઈ કોવિડથી સંક્રમિત ઉમેદવાર હોય તો તેણે ઓનલાઈન પ્રચાર કરવાનો રહેશે. મેળાવડાઓમાં કેન્દ્રના સૂચનોના પાલન માટે જિલ્લા આરોગ્ય અધિકારી, પોલીસ અધિક્ષક અને જિલ્લા ચૂંટણી અધિકારીને જવાબદારી સોંપાઈ છે. પ્રચાર દરમ્યાન સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝેશન જેવી બાબતો ઉપર ભાર મુકવા સૂચન કરાયું છે. ચૂંટણીમાં કાર્યરત રહેનાર દરેક વ્યકિતએ ફેસ માસ્ક પહેરવાનું રહેશે. સમયાંતરે હાથ સેનેટાઈઝ કરવા પડશે તે માટે સેનેટાઈઝર, સાબુ અને પાણીની વ્યવસ્થા કરવાની રહેશે. ચૂંટણીમાં કાર્યરત દરેક કર્મચારીનું તાપમાન થર્મલ ગનથી માપવાનું રહેશે. કોવિડ ગાઈડલાઈન મુજબ ઉમેદવાર સહિત વધુમાં વધુ પાંચ વ્યકિતઓ ડોર ટુ ડોર ઝુંબેશમાં જઈ શકશે. રોડ શોમાં દર પ વાહન પછી કાફલો છુટો પાડવાનો રહેશે. બે કાફલા વચ્ચે ૧૦૦ મીટરના અંતરને બદલે અડધો કલાકનો અંતરાલ રાખવાનો રહેશે. જાહેર સભામાં એન્ટ્રી અને એકિઝટ પોઈન્ટ મેદાનો ઉપર અગાઉથી નક્કી કરવાના રહેશે. સભામાં
સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવું ફરજિયાત રહેશે. ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શકય હોય ત્યાં સુધી ઈલેકટ્રોનિક-સોશ્યલ માધ્યમથી કરવાનો રહેશે. કોરોના સંક્રમિત ઉમેદવારોએ તેમનો પ્રચાર ઈલેકટ્રોનિક માધ્યમો પુરતો મર્યાદિત રાખવાનો રહેશે. તેમને પ્રચારમાં સામેલ થવા કે પ્રચારના સ્થળે પ્રત્યક્ષ હાજર રહેવાની છુટ આપવામાં નહી આવે.

ચૂંટણી પંચે બહાર પાડેલા પરિપત્રને હાઈકોર્ટમાં પડકારાયો
સ્થાનિક સ્વરાજની ચૂંટણી મામલે હાઇકોર્ટમાં અર કરવામાં આવી છે. ચૂંટણીપંચે બહાર પાડેલા પરિપત્રને હાઈકોર્ટમાં પડકારાયો છે. મહાનગરોની ચૂંટણીનાં પરિણામ બાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીનું મતદાન થાય તો મુક્ત અને ન્યાયી ચૂંટણીપ્રક્રિયા પ્રભાવિત થઈ શકે એવી અરજદારે કોર્ટમાં રજૂઆત કરી છે, સાથે જ અરજદારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરીની તારીખ એક જ રાખવી જાેઈએ એવી રજૂઆત કરી છે. હાઈકોર્ટ દ્વારા આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.

અલગ-અલગ મતગણરીનાં નિર્ણયને અમે કોર્ટમાં પડકારીશું ઃ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું ટિ્‌વટ
સ્થાનિક સ્વરાજ્યની અલગ અલગ ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ-પ્રમુખ અમિત ચાવડાએ ટ્‌વીટ કર્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમે તૈયાર છીએ. વર્ષ ૨૦૧૫માં હાઇકોર્ટેના આદેશ બાદ પણ ભાજપના દબાણમાં મતગણતરીની અલગ અલગ તારીખ જાહેર કરાઈ છે. ચૂંટણીપંચના આ ર્નિણયને અમે કોર્ટમાં પડકારીશું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!