ભવનાથ ખાતે મહાશિવરાત્રી મેળો યોજાવાની સંભાવના વચ્ચે તંત્ર દ્વારા તૈયારી

0

લાખો ભાવિકોની આસ્થા જયાં રહેલી છે અને ભવનાથ મહાદેવનાં સાનીધ્યમાં દર વર્ષે શિવરાત્રીનો મહામેળો યોજવામાં આવે છે અને લાખોની સંખ્યામાં ભાવિકો આ મેળાનો લાભ લે છે. ભોજન, ભજન અને ભકિતની ત્રિવેણી ગંગા વહે છે તેવા આ શિવરાત્રીનાં મેળા અંગે આ વર્ષે ભાવિકોમાં અને આમ જનતામાં અવઢવ પ્રર્વતી રહી છે કારણ કે છેલ્લા એક વર્ષથી કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે. દરમ્યાન છેલ્લા પાંચેક માસથી કોરોનાનું આક્રમણ હળવું બન્યું છે. જાેકે સાવ નાબુદ નથી થયું પરંતુ તેમ છતાં સ્થિતિ સુધરી ગઈ છે અને કોરોનાની રસી મુકાવવામાં પણ આવી રહી છે અને આવી રહેલા દરેક દિવસ આશાનો નવો સંચાર થઈ રહ્યો છે.
સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ નવા-નવા ક્ષેત્રો ખુલી રહ્યા છે. સોમવારથી ધો.૯ અને ૧૦નાં વર્ગો પણ શરૂ થવાનાં છે. આમ અનેક છૂટછાટો મળી રહી છે, કુંભનાં મેળાને પણ સરકારે મંજુરી આપી છે. ત્યારે જૂનાગઢ ખાતે દર વર્ષે યોજાતો શિવરાત્રીનો મેળો આ વર્ષે પણ યોજાય તેવા સંકેતો મળી રહ્યા છે. શિવરાત્રી મેળાનાં આયોજનમાં રહેલા સંબંધીત વિભાગો દ્વારા શિવરાત્રીનો મેળો યોજાશે તેવી એક ધારણા બાંધી અને પ્રાથમીક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વન વિભાગ અને મનપા તંત્ર તેમજ જીલ્લા વહિવટી તંત્ર પણ રૂટીન મુજબ કામગીરી શરૂ કરશે તેવા નિર્દેશો મળી રહ્યા છે. મહાનગરપાલિકાએ તો શિવરાત્રી મેળા માટેની નિવીદા પણ બહાર પાડી દીધી છે. આમ તંત્ર જાગૃત બન્યું છે. બીજી તરફ આધારભૂત રીતે અને સરકારશ્રીનાં નિર્દેશ મુજબ એવું જાણવા મળે છે કે, આગામી દિવસોમાં સમય, સંજાેગ કેવા રહેશે તેનાં ઉપર અને પરિસ્થિતિ ઉપર સરકારશ્રીની માર્ગદર્શીકા મુજબ મહાશિવરાત્રી મેળા અંગે નિર્ણય થશે તેમ જાણવા મળે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!