આગામી સોમવારથી રાજયભરમાં ધો. ૯ થી ૧રનાં વર્ગો શરૂ થવાનાં છે ત્યારે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે અને ચલે હમ સ્કૂલ જેવું વાતાવરણ જાેવા મળી રહ્યું છે. કોરોના મહામારીની અસર ઓછી થતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ૧ ફેબ્રુઆરીથી ધોરણ ૯ અને ૧૧ની શાળા પણ શરૂ કરવાની જાહેરાત કરી છે. પરિણામે સોમવારથી જૂનાગઢ જીલ્લામાં ધોરણ ૯ થી૧રનાં ૭૧,૭૪૩ છાત્રો એકીસાથે બેસી અભ્યાસ કરી શકશે. આ માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આ અંગે જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ૧૧ જાન્યુઆરીથી ધોરણ ૧૦ અને ૧રનાં છાત્રોનું શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ શૈક્ષણિક કાર્ય વિનાવિઘ્ને થઈ રહ્યું છે. દરમ્યાન કોરોના મહામારીની સ્થિતિમાં સુધારો થતા હવે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ ૯ અને ૧૧નાં છાત્રોનો અભ્યાસક્રમ શરૂ કરવાની મંજુરી આપી છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લામાં ધોરણ ૯ અને ૧૧નાં છાત્રોનું શિક્ષણકાર્ય શરૂ કરવા માટે તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ખાસ કરીને કોરોનાની ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે, જેમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ તે માટે પ૦ ટકા છાત્રોની જ હાજરી રાખવા તેમજ વાલીઓની સંમતિ મળ્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. દરમ્યાન ધોરણ ૧૦ અને ૧રનું શિક્ષણ કાર્ય ૧૧ જાન્યુઆરીથી શરૂ કરવામાં આવ્યું હતું. હવે સોમવારનાં ૧ ફેબ્રુઆરીથી ધોરણ ૯ અને ૧૧નું શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે. આમ, ૯ થી ૧રનાં ચાર ધોરણનાં મળી કુલ ૭૧,૭૪૩ છાત્રો એકીસાથે શિક્ષણ મેળવતા થઈ જશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews