ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકામાં ધો.૯ અને ૧૧ની ૩૬૪ શાળાઓમાં શૈક્ષણીક કાર્ય શરૂ કરવા તૈયારીઓનો આરંભ

0

રાજય સરકારએ આજ તા.૧લી ફેબ્રુઆરીથી ધો.૯ અને ૧૧ની શાળાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. જેના પગલે ગીર સોમનાથ જીલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ શરૂ કરવા તૈયારીઓ ચાલુ કરી દેવા શાળાના સંચાલકોને જાણ કરી છે. કોરોના મહામારીના કારણે લાંબો સમય સુધી શાળાઓ બંધ રહયા બાદ થોડા દિવસો અગાઉ રાજય સરકારની સુચના બાદ ગીર સોમનાથ જીલ્લામાં ધો.૧૦ અને ૧૨ના વર્ગોની શાળાઓ શરૂ થઇ છે. મોટાભાગનાં વિદ્યાર્થીઓ શાળાએ અભ્યાસ માટે આવી રહયા છે. ત્યારે હવે ધો.૯ અને ૧૧ની શાળાઓ આજથી તા.૧લી ફેબ્રુઆરીથી શરૂ કરવાની રાજય સરકારની જાહેરાતના પગલે ગીર સોમનાથ જીલ્લામાં પણ આ અંગે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. ગીર સોમનાથ જીલ્લા શિક્ષણ વિભાગમાંથી મળેલ માહિતી મુજબ ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકામાં ધો.૯ ની ૨૫૦ શાળાઓમાં ૧૪,૭૩૨ વિદ્યાર્થીઓ છે અને ધો.૧૧ની ૧૧૪ શાળાઓમાં ૭,૮૮૫ વિદ્યાર્થીઓ છે. આમાં તાલુકા વાઇઝ જાેઇએ તો વેરાવળમાં ધો.૯ની ૬૫ શાળામાં ૩,૪૫૦ અને ધો.૧૧ની ૩૨ શાળામાં ૧,૮૭૦ વિદ્યાર્થીઓ છે. સુત્રાપાડામાં ધો.૯ ની ૨૭ શાળામાં ૨,૪૯૮ અને ધો.૧૧ ની ૨૩ શાળામાં ૧,૭૨૦ વિદ્યાર્થીઓ છે. તાલાલામાં ધો.૯ની ૪૪ શાળામાં ૧,૮૦૦ અને ધો.૧૧ ની ૧૫ શાળામાં ૯૯૪ વિદ્યાર્થીઓ છે. કોડીનારમાં ધો.૯ની ૪૧ શાળામાં ૨,૭૨૯ અને ધો.૧૧ની ૧૯ શાળામાં ૧,૪૮૭ વિદ્યાર્થીઓ છે. ઉનામાં ધો.૯ ની ૫૧ શાળામાં ૩,૦૫૫ અને ધો.૧૧ની ૧૭ શાળામાં ૧,૩૬૧ વિદ્યાર્થીઓ છે. ગીરગઢડામાં ધો.૯ની ૨૨ શાળામાં ૧,૨૦૦ અને ધો.૧૧ની ૮ શાળામાં ૫૦૩ વિદ્યાર્થીઓ છે.
ગીર સોમનાથ જીલ્લામાં આજથી શરૂ થનાર ધો.૯ અને ૧૧ની શાળાઓના વર્ગોને સેનેટાઇઝ કરવાની અને વિદ્યાર્થીઓને સોશ્યલ ડીસ્ટન્સશ સાથે બેસાડવાની વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ કરવાની સુચના સંચાલકોને શિક્ષણ વિભાગ તરફથી આપી દેવામાં આવેલ છે. શાળામાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓએ માસ્ક પહેરવું ફરજીયાત રહેશે. ગીર સોમનાથ જીલ્લામાં દરેક શાળામાં કોરોનાનું ગાઇડલાઇન્સનું પાલન થાય છે કે નહીં તે અંગે શિક્ષણ વિભાગ નિયમિત તપાસ કરતુ રહેશે તેવું સુત્રોમાંથી જાણવા મળેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!