માંગરોળ બંદર ખાતે કોમ્પિટીશન યોજાઈ

0

માંગરોળ બંદર ખાતે મહિલા મંડળમાં ટ્રસ્ટ પાપાના પ્રતિનિધિ તેમજ વંદેમાંતરમ ગ્રુપ મહિલા વિંગનાં સદસ્ય પારૂલબહેન જાદવનાં અવિરત પ્રયાસ અને પુરૂષાર્થ થકી એક કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અભિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેડયું છે એ અભિયાનને સાર્થક કરવા ટ્રસ્ટ પાપાના ડાયરેકટર ડો.સિદ્ધાર્થ ઠાકર કાર્યરત છે. કર્ણાવતીમાં ટ્રસ્ટ પાપા દ્વારા અદભૂત અને અદ્વિતીય કાર્ય થઈ રહ્યા છે. બંદર મહિલા મંડળની બહેનો દ્વારા પ્રાર્થના બાદ હનુમાન ચાલીસા અને ત્યારબાદ પેપર બેગ બનાવવાની કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું. પારૂલબહેને તમામ બહેનોને રમતો પણ રમાડી હતી. આ તકે ટ્રસ્ટ પાપા તરફથી સર્ટિફિકેટ અને ઇનામ વિતરણ કરાયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!