વેરાવળ પાટણ સંયુકત નગરપાલીકાની ચુંટણીના પડઘમ વાગી ચુકયા હોવાથી બંન્નેે પક્ષો તૈયારીઓમાં વ્યસત બન્યા છે ત્યારે સત્તાધારી ભાજપ પાર્ટીના વોર્ડ નં.૮ ના નગરસેવકે ખારવા સમાજના ઉપરાંત પોતાના વિસ્તારની પ્રાથમીક સુવિધાના પ્રશ્નોનું નિરાકરણ થતુ ન હોવાથી અને ગત ચુંટણીમાં વાદા મુજબના પ્રાથમીક સુવિધાના કામો ન કરવા દીધા હોવાની નારાજગીને લઇ ભાજપને બાય બાય કરી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હોવાનું જાણવા મળેલ છે. ભાજપ નગરસેવકના કોંગ્રેસ પ્રવેશને લઇ સ્થાનીક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તાજેતરમાં સોરઠના જૂનાગઢ જીલ્લાના ભાજપના આગેવાને પક્ષમાંથી રાજીનામુ આપ્યું છે. ત્યાં જ વેરાવળ પાટણ નગરપાલીકાના સત્તાધારી ભાજપના નગરસેવકે ભાજપને બાય બાય કરી કોંગ્રેસમાં પ્રવેશ લેતા સ્થાનીક રાજકારણ ગરમાયું છે. વેરાવળ બોર્ડીગમાં કોંગ્રેસની યોજાયેલી બેઠકમાં કોંગી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ વોર્ડ નં.૮ના ભાજપના નગરસેવક એવા ખારવા સમાજના યુવા આગેવાન દેવેન્દ્ર મોતીવરસને કોંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. ભાજપને બાય બાય કરવા અંગે નગર સેવક દેવેન્દ્ર મોતીવરસે એક વાતચીતમાં જણાવેલ કે, મુખ્ય બે કારણોને લઇ નારાજગી હોવાથી ભાજપ છોડી છે. જેમાં એક કારણ ઘણા વર્ષોથી ખારવા સમાજ ભાજપને તન-મન-ધનથી સમર્થન આપી રહયો છે. ભાજપની કેન્દ્રે અને રાજય બંન્ને સરકારો પાસે અમારા સમાજે જે અપેક્ષા રાખેલ તે પરીપુર્ણ થઇ રહેલ ન હોવાથી અને લાંબા સમયથી ભાજપ નગરપાલીકામાં સત્તા સ્થાને હોવા છતાં શહેરમાં આજની તારીખે પ્રાથમીક સુવિધા પરીપૂર્ણ કરાતી ન હોવાથી નારાજગી હતી. અત્રે નોંધનીય છે કે, ભાજપના નગરસેવક દેવેન્દ્ર મોતીવરસે અમુક વિકાસ કામોને લઇ બેએક વર્ષ અગાઉ નગરપાલીકામાં ઉંચો અવાજ ઉઠાવેલ તે સમયે સંકલનના નામે શાંત કરાવી દીધેલ હતા ત્યારથી નગરસેવક મોતીવરસ સ્થાનનીક ભાજપના નેતાઓની નિતી-રિતીથી નારાજ ચાલી રહયા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews