ગીર સોમનાથ જીલ્લામાં એક લગ્ન પ્રસંગના વરઘોડામાં ફાયરિંગનો વીડિયો વાઇરલ

0

ગીર સોમનાથ જીલ્લામાં યોજાયેલ એક લગ્ન પ્રસંગના વરઘોડામાં ઉત્સાહમાં આવી ગયેલો એક શખ્સ હવામાં ફાયરિંગ કરતો હોવાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયો અંગે જીલ્લાભરમાં થઈ રહેલી ચર્ચાઓ મુજબ વીડિયો ગીરગઢડા અથવા કોડીનાર તાલુકાનો હોવાની શક્યતા છે. ફાયરિંગ કરનાર શખ્સ રાજકોટનો હોવાની ચર્ચા થઈ રહી છે.
કોરોનાના અનલોકમાં લગ્ન પ્રસંગો સરકારે જાહેર કરેલા નિયમોનુસાર સિમિત લોકોની હાજરીમાં યોજવાની મંજૂરી અપાઈ રહી છે. આવા પ્રસંગોમાં નિયમનોના ભંગ થતા હોવાની ચર્ચાઓ વારંવાર થાય છે. દરમ્યાન ગીર સોમનાથ જીલ્લામાં સોશ્યલ મીડિયામાં એક લગ્ન પ્રસંગમાં ફાયરિંગ થયાનો વીડિયો વાઇરલ થયો છે. વાઇરલ થયેલ વીડિયોમાં જાેવા મળતાં મુજબ એક લગ્ન પ્રસંગના નીકળેલા વરઘોડામાં ડીજેના તાલ સાથે ઉત્સાહમાં આવી ગયેલ એક શખ્સ પોતાની પિસ્તોલ થકી હવામાં ફાયરિંગ કરતો દેખાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!