સુત્રાપાડા તાલુકાના ખેરા ગામે ઘાસ ભરેલા ટ્રેકટરમાં આગ લાગી

0

સુત્રાપાડા તાલુકાના ખેરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતું ઘાંસ ભરેલું ટ્રેક્ટર વીજ વાયરને અડી જતાં ઘાંસ ભરેલા ટ્રેક્ટરમાં આગ લાગી હતી. પ્રાપ્ત મળતી વિગત મુજબ છગીયા ગામેથી મટાણા ગામના ખેડૂત ભગતભાઈ નકુમનું ઘાંસ ભરીને ટ્રેક્ટર મટાણા જવા નીકળ્યું હતું દરમ્યાન ખેરા ગામના બસ સ્ટેન્ડથી પસાર થઈ રહેલ ત્યારે વીજ વાયરને અડકતા ઘાંસ ભરેલા ટ્રેક્ટરમાં ભારે આગ લાગી હતી. આ ઘટના ની જાણ થતાં ગામ લોકો તથા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને લોકો દ્વારા આગને પાણી નાખી બુઝાવવાની કોશિષ કરી હતી. જાે કે, ચારો બળીને ખાખ થઈ ગયો હતો અને કોઈ જાનહાની થઈ ન હતી જેથી મોટી દુર્ઘટના ટળી હતી. આ ટ્રેક્ટર મટાણા ગામના ભાવસિંહભાઈ રણધીરભાઈ નકુમનું હોવાનું જાણવા મળેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!