ભવનાથ ખાતે મહાશિવરાત્રીનો મેળો કોરોનાની ગાઈડલાઈન મુજબ યોજવા તૈયારી

0

આગામી તા. ૭ માર્ચનાં રોજ શિવરાત્રીનો મહામેળો યોજવા અંગેની તૈયારીઓ શરૂ થઈ રહી છે જાે કે કોરોનાનાં કાળમાં ગુજરાત સરકાર કેન્દ્ર સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ મેળો યોજાય તેવી શકયતા રહેલી છે જેને અનુલક્ષીને ગઈકાલે ભવનાથ વિસ્તારમાં શ્રી જ્ઞાતિ સમાજાે ટ્રસ્ટનાં ઉતારા મંડળની એક મહત્વની બેઠક સાથે પત્રકાર પરીષદ યોજવામાં આવી હતી. ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશ વેકરીયાએ મેળા સંબંધી વિગતો આપી હતી.
જૂનાગઢમાં ગિરનારની ગોદમાં યોજાતા મહા શિવરાત્રી મેળાને લઇ જ્ઞાતિ સમાજાે ટ્રસ્ટોનું ઉતારા મંડળ, ભવનાથ દ્વારા એવો ર્નિણય કરવામાં આવ્યો છે કે, કોરોનાની ગાઇડ લાઇન મુજબ શિવરાત્રી મેળાની ઉજવણી કરાશે. આ અંગે ભાવેશભાઇ વેકરીયાએ જણાવ્યું હતું કે, વિવિધ ૧૧ બાબતોને લઇ સરકાર અને સ્થાનિક વહિવટી તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ખાસ કરીને ૭ માર્ચ મહાવદ નોમને રવિવારે સવારે ૮ વાગ્યે ઉતારા મંડળ દ્વારા સુદર્શન તળાવમાં સ્નાન બાદ ભવનાથ મંદિરમાં સાધુ, સંતો, પદાધિકારીઓની ઉપસ્થિતીમાં ધ્વજા ચડાવવામાં આવશે.
જ્યારે ૧૧ માર્ચ મહાવદ તેરસ ગુરૂવારે મહા શિવરાત્રીએ રાત્રીના ૧૨ વાગ્યે શાહી રવાડી અને બાદમાં મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે મેળાની પુર્ણાહુતિ કરવામાં આવશે. દરેક અન્નક્ષેત્રો, ઉતારા મંડળો, ટ્રસ્ટો પરંપરા સાચવવા રાવટી નાંખી રસોડા ચાલુ કરશે. જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર, મહાનગરપાલિકા તેમજ વન વિભાગે આ માટે પ્લોટો ફાળવવાના રહેશે.
જ્યારે પોલીસ વિભાગે પાસનું વિતરણ કરવાનું રહેશે. મહાનગરપાલિકા દ્વારા ભવનાથની સાફ સફાઇ કરી પાણીના ટેન્કર, ટાંકી તેમજ કચરા પેટી મૂકવાની રહેશે. ખાસ કરીને મહા શિવરાત્રી મેળા દરમ્યાન રોપ વે ચાલુ રાખવાનો રહેશે તેમજ વ્યાજબી દરે માં અંબાના દર્શન કરવાનો માંઇ ભક્તોને લાભ આપવાનો રહેશે. જ્યારે જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર, મહાનગરપાલિકા અને પ્રવાસન વિભાગ દ્વારા ઐતિહાસિક સુદર્શન તળાવની સાફ સફાઇ કરવાની રહેશે તેમજ જલ અનામત રાખવાની વ્યવસ્થા કરવાની રહેશે. આ ઉપરાંત પરંપરા અને શ્રદ્ધાને હાનિ ન પહોંચે તે માટે મહા શિવરાત્રી મેળાને લઇ તંત્ર દ્વારા આયોજનની બેઠક બોલાવવામાં આવે અને માહિતી આપવામાં આવે તે જરૂરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!