સ્થાનિક સ્વરાજયની ચૂંટણી ટાઈમે ભેંસાણ પંથકમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું, બસોથી વધુ કાર્યકર્તાઓ, આગેવાનો ભાજપમાં જાેડાયા

0

ગુજરાત રાજયમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે તેવા સમયમાં વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતા ભેંસાણ પંથકમાં કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ અને નબળી નેતાગીરીને કારણે હડકંપ મચી ગયો છે અને તાલુકા પંચાયતના સદસ્યો સહિત ર૦૦થી વધારે વિવિધ ક્ષેત્રના આગેવાન, કાર્યકરો કોંગ્રેસનો સાથ છોડી ભાજપની વિકાસધારા સાથે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલના સફળ નેતૃત્વને ધ્યાને રાખી
તા.૩૦-૧-ર૦ર૧ના રોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપમાં જાેડાયા છે જેમાં કોંગ્રેસનાં ભેસાણ યાર્ડના ડિરેકટર જસકુભાઈ શેખડા, ગીરધરભાઈ રાદડીયા, ધ્રુવભાઈ ઉમરેટીયા, તડકા પીપળીયા સહકારી મંડળીના પ્રમુખ મનોજભાઈ ભેસાણીયા, ગુજરીયાના સરપંચ ગભરૂભાઈ ખુમાણ, તડકા પીપળીયાના સરપંચ કાળુભાઈ દેસુરભાઈ, ઉપસરપંચ ભરતભાઈ ખુમાણ, ગોરવિયાળીના સરપંચ જસકરણભાઈ, ચણાકાના પૂર્વ સરપંચ પરબતભાઈ કાનાભાઈ ભેસાણીયા, ઉમરાળી સહકારી મંડળીના પ્રમુખ વલ્લભભાઈ વઘાસીયા, ગોરવિયાળીના વિજયભાઈ, ઉમરાળીના નાથાભાઈ વઘાસીયા, દિનેશભાઈ બસીયા, વિનોદભાઈ નથુભાઈ, વાંદરવડના પૂર્વ સરપંચ ભીખુભાઈ દેસાઈ, નવી ધારી ગુંદાળીના મનુભાઈ લખાભાઈ, ભાભલુભાઈ વાંક, વલ્કુભાઈવાળા, ચણાકાના રાજુભાઈ ગોસ્વામી, ઉમરાળીના મનસુખભાઈ કથીરીયા, ભીખુભાઈ, ક્ષેત્રીય આગેવાન વનરાજભાઈ ખુમાણ સહિતના કોંગ્રેસના દિગ્ગજ કાર્યકરોએ જિલ્લા સંગઠન પ્રભારી ગોરધનભાઈ ઝડફીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, ભેંસાણ તાલુકા પ્રમુખ હરસુખભાઈ (ગાંડુભાઈ)કથીરીયા, મહામંત્રી અનુભાઈ ગુજરાતી, ચણાકા સરપંચ ઉમેશભાઈ બાંભરોલીયા, સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓની વિશાળ ઉપસ્થિતિમાં ભાજપમાં પ્રવેશ કરી આગામી યોજાનાર ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયનો સંકલ્પ કર્યો હતો તેમ જિલ્લા ભાજપ મંત્રી ભરતભાઈ ચારીયાની યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!