કેશોદનાં રાયકાનગર ખાતે રહેતા વિપુલભાઈ રવજીભાઈ પરમાર (ઉ.વ.૩૧)એ કાનજીભાઈ નાથાભાઈ રાઠોડ તથા ઘોઘાભાઈ જગદીશભાઈ ચાંડપા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપી નં.૧ એ ફરીયાદી પાસે ૯૦૦ રૂપિયા માંગતા હોય જે ઉઘરાણી બાબત બોલાચાલી થતાં આરોપીઓએ ફરીયાદીને માર મારી માથામાં પથ્થરનો ઘા ઝીંકી ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીેસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews