કેશોદનાં ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર એન.બી. ચૌહાણ અને સ્ટાફે અગતરાય ગામે આવેલ રવિભાઈ મનુભાઈ લુહાણા (ઉ.વ.૩૦, રહે.બાંટવાવાળા) એ અગતરાય ગામે ભાડેથી રાખેલ દુકાનમાં એલઈડી ઉપર આંક ફેરના પૈસાની હારજીતના પૈસાની હારજીતનો જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે દરોડો પાડતાં રવિભાઈ મનુમલ ધુંભાઈ, સાવનભાઈ રમેશભાઈ મારડીયા, ચંદુભાઈ ખીમજીભાઈ ગોહેલ, જેન્તીભાઈ વીરાભાઈ દાફડા, અજય ભીખાભાઈ દાફડાને ઝડપી લેવામાં આવેલ છે. આ હારજીતનાં જુગારમાં યંત્રોના ચિત્રો ઉપર ૧૧ રૂપિયા મુકાવી દર ૧પ મિનીટે ડ્રો કરી અને વિજેતાઓને રૂા.૧૧નાં બદલામાં રૂા.૧૦૦ ચુકવવામાં આવતા હતાં. આ જુગાર અંગે એલઈડી ટીવી, મોબાઈલ વગેરે મળી રૂા.પપર૦૦ના મુદામાલ ઝડપી લેવામાં આવેલ છે અને જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews