ગીર સોમનાથ જીલ્લાના સાંસદ દ્વારા કરાયેલ રજૂઆતને સફળતા મળતા ગીર સોમનાથ જીલ્લાના ગીરગઢડા, દ્રોણ, ઇટવાયા વિસ્તાર માટે રૂા. પ૯૦ લાખ જેવી રકમ રસ્તાઓ માટે મંજૂર થતા સ્થાનીક રહેવાસીઓ સહીતની મુશ્કેલી હલ થનાર છે.
આ અંગે જૂનાગઢ તથા ગીર સોમનાથ જીલ્લાના સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ જણાવેલ કે, રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ સહીતનાને કરાયેલ લેખીત તેમજ મૌખીક રજૂઆતોને ધ્યાને લઇ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગીર સોમનાથ જીલ્લાના ગીરગઢડા તાલુકાનાં ગીરગઢડા, દ્રોણ, ઇટવાયા રોડ માટે રૂા.૪૭૫ લાખ અને પૂર્વ પડાપાદર પશ્ચિમ પડાપાદર રોડ માટે રૂા.૧૧૫ લાખ મળી કુલ રૂા.૫૯૦ લાખના ખર્ચે રસ્તાઓ મંજૂર કરવામાં આવેલ છે. આ રસ્તાઓ બીસ્માર હાલતમાં હોય ત્યારે નવા રસ્તા બનવાથી સ્થાનીક રહેવાસીઓ, વાહન ચાલકોની મુશ્કેલી હલ થનાર હોવાનું એક યાદીમાં જણવોલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews