ગીર સોમનાથ જીલ્લાની કુલ ૩૨૯ શાળાઓમાં ગઈકાલથી ધો.૯ અને ૧૧ના અભ્યાસ સાથે બીજા તબક્કાના શિક્ષણ કાર્યનો પ્રારંભ થયો હતો. જીલ્લાાના છ તાલુકામાં પ્રથમ દિવસે ધો.૯ માં ૮,૮૦૦ (૩૯.૨૩ %) જ્યારે ધો. ૧૧ માં ૪,૧૨૭ (૪૬.૯૪ %) વિદ્યાર્થીઓ શાળાઓએ આવ્યા હતા. પ્રથમ દિવસે શાળાઓમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિતના કોરોનાની ગાઇડલાઇન્સનો અમલ કરતા જાેવા મળી રહેલ હતા.
કોરોના મહામારીના કારણે ૧૦ માસ બંધ રહયા બાદ રાજયમાં તબકકાવાર શિક્ષણ કાર્ય ચાલુ થઇ રહયુ છે. બીજા તબકકાના શિક્ષણ કાર્યમાં ધો.૯ અને ૧૧ના વર્ગખંડો વિદ્યાર્થીઓ માટે કોરોનાની ગાઇડલાઇન્સની અમલવારી સાથે ખોલવામાં આવેલ છે. જેમાં ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ, તાલાલા, સુત્રાપાડા, કોડીનાર, ગીરગઢડા અને ઉના શહેર-તાલુકાઓમાં આવેલી ધો.૯ અને ૧૧ની શાળાઓ ખુલી હતી. જેમાં ગીર સોમનાથ જીલ્લાની તમામ શાળાઓમાં રજીસ્ટર થયેલ કુલ વિદ્યાર્થી સામે કેટલા વિદ્યાર્થીઓ શાળાઓએ આવેલ તેની શિક્ષણ વિભાગમાંથી મળેલ માહિતી મુજબ પ્રથમ દિવસે ધો.૯માં કુલ ૨૨,૪૩૦ સામે ૮,૮૦૦ (૩૯.૨૩ %) જ્યારે ધો. ૧૧માં ૮,૭૯૨ સામે ૪,૧૨૭ (૪૬.૯૪ %) વિદ્યાર્થીઓ શાળાઓએ આવ્યા હતા. જેમાં ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકામાં આવેલ તમામ સરકારી શાળાઓમાં ધો.૯ માં ૧,૭૬૦ સામે ૧,૦૫૯ વિદ્યાર્થીઓ (૬૦.૧૭ %) અને ધો.૧૧ માં ૧,૧૩૬ સામે ૩૪૮ વિદ્યાર્થીઓ (૫૨.૨૮ %) આવેલ હતા. ગીર સોમનાથ જીલ્લાની ગ્રાન્ટેડ શાળાઓમાં ધો ૯ માં ૧૦,૬૨૨ સામે ૫,૪૪૨ વિદ્યાર્થીઓ (૫૧.૨૩ %) અને ધો.૧૧ માં ૫,૮૦૧ સામે ૨,૯૭૫ વિદ્યાર્થીઓ (૫૧.૨૮ %) આવેલ હતા. ગીર સોમનાથ જીલ્લાની નોન ગ્રાન્ટેડ શાળાઓમાં ધો.૯ માં ૧૦,૦૪૮ વિદ્યાર્થીઓ સામે ૨,૨૯૯ વિદ્યાર્થીઓ (૨૨.૮૮ %) અને ધો.૧૧માં ૮,૭૯૨ સામે ૪,૧૨૭ વિદ્યાર્થીઓ (૩૬.૧૫ %) શાળાઓમાં આવેલ હતા.
ગીર સોમનાથ જીલ્લામાં ગઈકાલે શાળાની શરૂઆતના પ્રથમ દિવસે કોરોનાની જાહેર ગાઇડલાઇન્સ મુજબ વિદ્યાર્થીઓ માસ્ક પહેરીને આવેલ હતા. જયારે વર્ગખંડોમાં સોશ્યલ ડીસ્ટન્સ સામે વિદ્યાર્થીઓને બેસાડી શિક્ષણ આપવામાં આવેલ હતુ. પ્રથમ દિવસની હાજરીથી હજુ પણ વાલીઓમાં કયાંને કયાંક સંતાનોને શાળાએ મોકલવા અંગે ચિંતા હોવાનું જણાય રહેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews