જૂનાગઢ હોમગાર્ડ કચેરી ખાતે જવાનોનો હોબાળો, ફરજ સોંપવામાં પક્ષપાત કરાતો હોવાનો આક્ષેપ

0

જૂનાગઢમાં હોમગાર્ડ ઓફિસ ખાતે હોમગાર્ડ જવાનો દ્વારા અધિકારીઓ સામે આક્ષેપો કરી હોબાળો કરવામાં આવ્યો હતો. જૂનાગઢ હોમગાર્ડ ઓફિસ ખાતે રાત્રીના સમયે હોમગાર્ડ જવાનો દ્વારા હોબાળો મચાવી અને હોમગાર્ડ જવાનો દ્વારા આક્ષેપો કરાયા હતા કે, અધિકારીઓ વહાલા-દવલાની નીતિ અપનાવે છે અને અમુક માણસોને જ પૂરેપૂરી નોકરી આપે છે અને અન્ય હોમગાર્ડ જવાનોને ૧૦ અથવા ૧૫ દિવસની નોકરી ફાળવવામાં આવે છે જેને લઇ હોમગાર્ડ જવાનોમાં ભારે રોષ જાેવા મળ્યો હતો જયારે ૫૦થી વધુ હોમગાર્ડ જવાનો દ્વારા તેમના અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના અંગે હોમગાર્ડના અધિકારીને વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હોમગાર્ડ જવાનની નોકરી ૨૯ દિવસની હોય છે પરંતુ જે જવાન ફરજ બરાબર બજાવે છે તેને પૂરેપૂરી નોકરી આપવામાં આવે છે. કોઈપણ જાતની વહાલા-દવલાની નીતિ રાખવામાં આવતી નથી અને બધાને એકસરખો જ બંદોબસ્ત મળે તે રીતે જ ફરજ સોંપવામાં આવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!