નાણામંત્રી ર્નિમલા સીતારામનએ પેપરલેસ બજેટ રજૂ કર્યું. ઘણા બધા ક્ષેત્રોને આવકારતાં બજેટ મુદ્દે હવે ગુજરાતના ઉદ્યોગ જગત તરફથી પણ પ્રતિક્રિયાઓ આવવાનું શરૂ થઈ ગઈ છે. બીજી બાજુ રાજકીય રીતે પણ બજેટ ચર્ચાનો વિષય બન્યું છે. રજૂ થયેલા બજેટ ઉપર ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે આર્થિક અસમાનતા અને મોંઘવારી વધારતુ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં આઈટી માળખામાં છૂટછાટ ન આપતા નોકરીયાતને અન્યાય કરાયો હોવાનો આક્ષેપ મોદી સરકાર ઉપર કર્યો છે. આર્થિક અસમાનતા વધારતું અને મોંઘવારી વધારતું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મોદી સરકારે ઉદ્યોગકારોને રાહત અને સામાન્ય નાગરિકોને ઠેંગો આપ્યો હોવાના આક્ષેપ કર્યા છે. મનીષ દોશીએ ઉમેર્યું હતું કે, ભાજપ સરકારમાં વધુ ૪ કરોડ લોકો ગરીબીમાં ધકેલાયા છે. જાહેર કરેલ ૭૦ ટકા યોજનાઓ હકીકતમાં આવી નથી. સતત ત્રણ બજેટથી શિક્ષણના બજેટમાં ઘટાડો કરાયો છે. ૭.૫૦ કરોડ લોકોએ ભાજપ સરકારની નીતિના કારણે રોજગારી ગુમાવી હોવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે. પેટ્રોલ- ડીઝલ ઉપર સેસ નાંખતા મોંઘવારીમાં વધારો થશે. આ બજેટમાં ખેડૂતો માટે ખાસ રાહત આપવામાં આવી નથી. બીજી બાજુ ગુજરાતના ઉદ્યોગ જગતમાં ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ મનોહર ચાવડા સહિત અગ્રણીઓનું કહેવું છે કે આ બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્વાસ્થ્ય ઉપર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે જે આવકારદાયક છે. સ્ટાર્ટ અપ અને નવા ઉદ્યોગોને આ બજેટથી લાભ થશે. જ્યારે જુના ઉદ્યોગોને લાભ શંુ થશે તે હજુ સ્પષ્ટ થયું નથી. વડોદરા કેમિકલ કેપિટલ છે પરંતુ આ બજેટમાં કેમિકલ ઇન્ડસ્ટ્રી માટે કોઈ ખાસ આયોજન નથી. ટેક્ષટાઇલ ઉદ્યોગકાર આશીસ ગુજરાતીએ કહ્યું કે, મેગા પાર્કની માંગણી સ્વીકારાય છે. યાર્ન ઉપરથી એન્ટીડમ્પિંગ ડ્યુટી ઘટાડાય છે. ચાંદી ઉપર ઉપર ઘટાડો થતાં રાહત મળશે. ડાયમંડ ઉપર કસ્ટમ ડ્યુટી વધારવી આવકારદાયક છે. તો ટેક્ષ કન્સલ્ટન્ટે કહ્યું કે, આ બજેટને ૧૦માંથી ૭ માર્ક્સ આપી શકાય છે. બજેટ આવકાર દાયક છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews