પ્રેમ વિના કોઈ ગાયન નથી અને કરૂણા વિના રામકથાનો શ્રવણ લાભ મળતો નથી : મોરારીબાપુ

0

બુદ્ધના નિર્વાણની પુણ્યભૂમિ કુશીનગરમાં નવ દિવસથી પૂજ્ય મોરારી બાપૂ દ્વારા રામકથાનું વાચન થઇ રહ્યું છે. આ પ્રસંગે બાપૂએ કથાના યજમાનશ્રીના સુવિધાપૂર્ણ આયોજન પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો તથા તેમના સુપુત્ર – માનસ વાટિકાનાના નવ પુષ્પના સરળ અને સ્નેહયુક્ત વક્તવ્યથી પ્રશંસા કરી. કથાના પ્રવાહને આગળ ધપાવતા રામ વનવાસના પ્રસંગની વિસ્તૃત ચર્ચા કરતાં બાપૂએ જણાવ્યું હતું કે સુખ અને દુઃખ સાપેક્ષ છે. જીવનમાં જાે સુખના નારાયણને સમજી શકાય તો દુઃખના નારાયણને પણ સમજવા પડશે. પ્રભુ શ્રી રામ સહિત ચાર ભાઇઓ વિવાહ કરીને અયોધ્યા પરત ફર્યાં ત્યારે અયોધ્યામાં સુખ-સમૃદ્ધિની કોઇ સીમા ન રહી. આ વચ્ચે રામ વનવાસનું દુઃખ આવી પડ્યું. રામ વનવાસનું કારણ કૈકેયીની મંથરા સાથેની ખોટી સંગત હતી. આ પ્રસંગની ચર્ચા કરતાં બાપૂએ કહ્યું કે નવ દિવસના બદલે જાે તમે દક્ષિણાના રૂપમાં કંઇક ઇચ્છો તો કુસંગ છોડી દેજાે. ખોટા લોકોની સંગત મોટા-મોટા લોકોની બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે છે. જેમના ગર્ભમાંથી ભરત જેવાં સંત પ્રકટ થયાં તે કૈકેયીને પણ કુસંગે પકડી લીધા. દશરથજીની કૈકેયી પ્રત્યે વિશેષ આસક્તિ અંગે વાત કરતાં બાપૂએ કહ્યું કે સ્ત્રીને પ્રેમ ઘણો કરો, પરંતુ એટલા પણ આસક્ત ન થાવો કે મોહના પિંજરામાં ફસાઇ જાઓ. સ્ત્રીના નેત્ર-બાણ જેને નથી લાગ, ક્રોધ જેનું ચિત્ત નથી સળગાવતું અને લોભનો ફંદો જેમના ગળે નથી પડતો તે બીજા રામ છે. દશરથજીને પોતાના જીવનના અંતિમ ક્ષણોમાં શ્રવણના મા-બાપની યાદ આવી. આશિર્વાદ અને શાપની સ્મૃતિ સમય ઉપર આવે છે. કોઇનું દિલ દુખાવ્યું હોય તો સમય આવ્યો આ યાદ આવે છે. તમે લાખ ભુલવાનો પ્રયાસ કરો, પરંતુ ભુલી નહીં શકો. ખોટા કાર્યોનું ફળ બ્રહ્માના પિતાને પણ ભોગવવા પડ્યાં છે તો આપણી શું વિસાત. ભરતજીને રાજ્ય આપવાની વાત આવી ત્યારે ભરતજીએ કહ્યું કે હું પદનો વ્યક્તિ નથી, પાદૂકાનો વ્યક્તિ છું. રામ પ્રાપ્તિ મારો પથ છે. બાપૂએ ઉમેર્યું કે વૃદ્ધ લોકોના આશિર્વાદ લઇને જ શુભ કાર્યનો પ્રારંભ કરવો જાેઇએ કારણકે તેમના અનુભવ માર્ગદર્શક હોય છે. વૃદ્ધોનો આદર કરવાથી વ્યક્તિનું આયુષ્ય, વિદ્યા, બળ અને યશ વધે છે. લંકામાં હનુમાનજીની પૂંછ સળગાવવામાં આવી તેના પરિણામ સ્વરૂપે લંકા સળગવા લાગી હતી. બાપૂએ આ પ્રસંગનો ઉલ્લેખ કરતાં કહ્યું કે લંકાવાસી પોતાની ઇષ્ર્યા કરવા લાગ્યાં. બીજાની ઇષ્ર્યા કરનારાને ઐશ્વર્ય મળી પણ જાય, શાંતિ ન મળે. સ્વર્ગમાં નંદનવાસ મળી પણ જાય, નિંદ્રા નહીં મળે. બાપૂએ હનુમાનજીને પરમ બુદ્ધ, પરમ અરિહંત બતાવ્યાં. જ્યાં સુધી પ્રયાગમાં ગંગા, યમુના, સરસ્વતી વહે છે ત્યાં સુધી રામકથા અખંડ ચાલતી રહેશે. કથાના અંતમાં બાપૂએ કહ્યું કે કળયુગમાં ત્રણ કામ કરવા – રામનું સ્મરણ કરવું, રામના ગુણગાન કરવા અને રામની કથાનું શ્રવણ કરવું. આ સત્ય, પ્રેમ અને કરૂણા છે. પ્રેમ વિના કોઇ ગાયન નથી અને કરૂણા વિના રામકથાનો શ્રવણલાભ મળતો નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!