ઉના પંથકમાં પોલિયો નાબુદી અભિયાનમાં ફરજ બજાવતી નંદઘરની યશોદામાતા અને આશાવર્કર

0

ભારત સરકાર અને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ના દિવસે લાંબા સમયનાં લોકડાઉન અને કોરોના મહામારી બાદ જ્યારે જનજીવન સામાન્ય થવા જઈ રહ્યું છે. ત્યારે સૌ પ્રથમ વખત પોલિયો રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે ઉના પંથકમાં આશાવર્કર બહેનો અને આંગણવાડીવર્કર બહેનો દ્વારા પોલિયો બુથ ઉપર તેમજ ઘરેઘરે જઈને નાના બાળકોને પોલિયોના ટીપા પીવડવામાં આવી રહ્યા છે. જ્યારે પણ નાના બાળકોના આરોગ્યની કે પોષણની કોઈપણ વાત હોય ત્યારે નંદઘરની માતા યશોદા એટલે કે આંગણવાડી વર્કર બહેનો પોતાની આ ફરજને પોતાનું કર્તવ્ય માની હંમેશા તત્પર હોય છે.
આંગણવાડી વર્કર બહેનો દ્વારા તેવું પણ જણાવવામાં આવે છે કે, બાળકની જન્મદેનારી માતા જેટલી જ ફરજ અમારી નંદઘરની યશોદામાતા (આંગણવાડી વર્કર બહેનો)ની હોય છે અને અમને ખરેખર ખૂબ જ ગર્વ છે કે અમારી આ ફરજ સાથે આ દેશસેવા કરવાની અમૂલ્ય તક મળે છે. અમે ખરેખર સારા કર્મો કર્યા હશે કે અમોને ફરજની સાથે પુણ્યનું ભાથું બાંધવાની આ તક મળી રહી છે. અમોને ગામના લોકો અને આગેવાનો દ્વારા પણ પૂરતો સહકાર મળી રહ્યો છે. જેથી અમે અમારી ફરજ સારી રીતે નિભાવી શકીએ છીએ. આંગણવાડી કેન્દ્રના વિસ્તારમાં આવતા દરેક બાળક, સગર્ભાબહેનો, ધાત્રીમાતાઓ અને કિશોરીઓને યોગ્ય પોષણ મળે તેમજ આરોગ્યની જે જવાબદારી સરકારે અમારા ઉપર શોપી છે તે નિભાવવા અમો આંગણવાડી બહેનો કટિબધ્ધ છીએ.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!