જૂનાગઢ જિલ્લાના નાના એવા બરૂલા ગીર ગામનો એક પર્વતારોહક યુવાન ૭ રાજ્યોના ૩૮ હજાર કિલોમીટરના સાયકલના પ્રવાસે નિકળ્યો છે, તે આ પ્રવાસના ૧૬ દિવસની સફરમાં ફીટ ઇન્ડિયા, સેવ એન્વાયરમેન્ટનો સંદેશો આપશે. માળિયા હાટીના તાલુકાના બરૂલા ગીર ગામનો વતની અને અત્યાર સુધી અનેક પર્વતો સર કરીને પર્વતારોહક તરીકે ઉમદા કાર્ય કરનાર જાદવ વિક્રમસિંહ જૂનાગઢ આવી પહોંચ્યો હતોે. તે સાયકલ યાત્રા કરી દરેક ગામ, શહેરમાં ફીટ ઇન્ડિયા અને સેવ એન્વાયરમેન્ટનો સંદેશો આપવા માટેની નેમ લઈને નિકળ્યો છે. આ યુવક અરૂણાચલ પ્રદેશના વાલોંગ શહેરથી નીકળીને ગુજરાતના દ્વારકા પહોંચશે જેના માટે તેને ૭ રાજ્યોમાંથી પસાર થવું પડશે અને ૧૬ દિવસનો સમય લાગશે, કુલ ૩૮૦૦ કિલોમીટરનું અંતર કાપીને તે ગામેગામ સંદેશો પહોચાડશે. તે રોજના ૨૩૦ કિલોમીટરનું સાયકલીંગ કરશે. અત્યાર સુધી પર્વતારોહક તરીકે હિમાલય પ્રદેશમાં ફરી પંજાલ રેંજમાં ૧૫ હજાર ફૂટ સુધી સફળતાપુર્વક ચઢાણ કરી ચુકેલ છે જયાં માઈનસ ૧૦ ડીગ્રી તાપમાન રહ્યું હતું. ગુજરાતનો સૌથી ઉંચો ગિરનાર ૩૬૬૬ ફૂટ ઉંચાઈએ દુર્ગમ ખડકો સર કર્યા છે. ૧૪ જેટલી આર્મી શિબિર કરીને અનુભવ મેળવ્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews