એક જ દિવસે મતગણતરીની માંગ મુદે હાઈકોર્ટે ચુંટણી પંચ અને સરકારને ફટકારી નોટીસ

0

સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓની મતગણતરી એક જ દિવસે થવી જાેઈએ તેવી માંગણી સાથે હાઈકોર્ટમાં થયેલી પીટીશનનાં પગલે કોર્ટે કેસને પ્રાથમિક રીતે સ્વીકારતા ચુંટણીપંચ અને રાજય સરકારને નોટીસ પાઠવી ૬ ફેબ્રુઆરી સુધીમાં સોગંદનામું રજુ કરવાનો આદેશ કર્યો છે. આ મામલે ૯ ફેબ્રુઆરીનાં રોજ સુનાવણી હાથ ધરાશે. અમદાવાદ સહીતની મહાનગરપાલીકાની ચુંટણીઓ ર૧મી ફેબ્રુઆરીનાં રોજ યોજાશે. જયારે ૮૧ નગરપાલીકા, ૩૧ જીલ્લા પંચાયત અને ર૩૧ તાલુકા પંચાયતની ચુંટણી ર૮મી ફેબ્રુઆરીનાં રોજ યોજાનાર છે એમ ચુંટણીપંચે જાહેર કર્યુ
છે.
અલગ મતગણતરીના નિર્ણયને કોર્ટમાં પડકારીશું : કોંગ્રેસ
અમદાવાદ તા. ૩ ઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓમાં એક જ દિવસે મતગણતરી કરવાની માંગને મામલે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેની સુનાવણી દરમ્યાન ગુજરાત હાઈકોર્ટે ઈલેકશન કમિશન અને રાજય સરકારને નોટીસ ફટકારી છે. ત્યારે આ મામલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાએ પણ ટવીટ કરી ચુંટણીપંચનાં આ નિર્ણયને કોર્ટમાં પડકારવાની વાત કરી છે. સ્થાનિક સ્વરાજયની અલગ અલગ ચુંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાએ ટવીટ કર્યુ કે સ્થાનિક સ્વરાજયની ચંુટણીને લઈને અમે તૈયાર છીએ. વર્ષ ર૦૧પમાં હાઈકોર્ટનાં આદેશ બાદ પણ ભાજપના દબાણમાં મતગણરીની અલગ અલગ તારીખ જાહેર કરી હતી ત્યારે ચુંટણીપંચના આ નિર્ણયને અમે કોર્ટમાં પડકારીશું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!