જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ઉપર નર્મદાની લાઈન તુટતાં પાણીનાં પ્રવાહમાં ચાર વાહનો ફસાયા

0

જૂનાગઢ શહેરનાં ઝાંઝરડા રોડ ઉપર નર્મદાની પાણીની લાઈન લીક થતાં થોડીવાર માટે અફડાતફડીનો માહોલ મચી જવા પામ્યો હતો.
જૂનાગઢ શહેરનાં ઝાંઝરડા રોડ ઉપર આજે બનેલા એક બનાવમાં નર્મદાની પાણીની પાઈપ લાઈનમાં લીકેજ થતાં મોટો ધડાકો થયો હતો અને ગાબડું પડતાં રસ્તા ઉપર ચોતરફ પાણી પાણી થઈ ગયું હતું. અને ચારે બાજુ સર્વત્ર પાણી થવાનાં કારણે પાણીનાં પ્રવાહમાં ચાર વાહનો ફસાયા હતાં. આ ઘટનાની સંબંધીત તંત્રને જાણ થતાં મનપા તંત્ર ઘટના સ્થળે દોડી ગયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!