પ્રવાસીઓ માટે ઉમદા તક : હેરીટેજ અને ધાર્મિક નગરી એવા જૂનાગઢનો ‘ગોલ્ડન યુગ’માં શાનદાર પ્રવેશ : ધાર્મિક અને ફરવા લાયક અનેક સ્થળો

0

એશિયાનો સૌથી મોટો રોપ-વે એશિયાટીક સિંહો, રાજાશાહી યુગની ઝાંખી કરાવતો ઐતિહાસીક ઉપરકોટ, નવાબી શાસનનાં યાદગીરી સમા ભવ્ય ઈમારતો અને બેનમુન મહાબત મકબરો , નરસિંહ મહેતાની જયાં કરતાલ સંભળાય છે અને રાધા દામોદરજી બિરાજે છે તેવા દામાકુંડ, ગિરનાર પર્વત ઉપર બિરાજતા માં અંબાજી, ગુરૂ દતાત્રેય, ગૌ મુખી ગંગા, કોમી એકતાની મિશાલ સ્વરૂપ દાતારબાપુ, જૈનોનાં દેરાસર, ભવનાથ મહાદેવ બિરાજે છે તેવું ભવનાથ મંદિર અને તિર્થનગરી છે. જયાં ૩૩ કરોડ દેવતાનો વાસ છે અને આજે પણ ચેતમચ્છંદર, ગોરખનાથ, રાજા ગોપીચંદ, રાજાભરથરી જેવા દિવ્ય સંતોનાં દર્શનનો લાભ મળે છે અને જયાં દર વર્ષે શિવરાત્રી મેળો, પરિક્રમાનો મેળો અને દાતારબાપુનો ઉર્ષ મેળો યોજાઈ છે. હજારોની સંખ્યામાં ભાવિકો – સેવકો આ પવિત્ર ભૂમિ ઉપર ઉમટી પડે છે અને જીવનનો અનેરો લ્હાવો લ્યે છીએ એવા ધાર્મિક, સંસ્કારી અને ઐતિહાસીક નગરી આજે ગુજરાત સહિત દેશભરમાં પ્રવાસી જનતાને માટે આકર્ષી શકે એવું મહત્વનું શહેર બની ગયું છે. આ સોરઠી શહેર એટલે જૂનાણુ, જૂનાગઢ જેનો ભવ્ય ભૂતકાળ હતો, વર્તમાન ઉડીને આંખે વળગે તેવો છે અને ભવિષ્ય ખુબજ ઉજજવળ છે એવા આ શહેરની કાયાપલટનાં દિવસો શરૂ થઈ ચુકયા છે અને ગોલ્ડન યુગમાં પ્રવેશી ગયેલા જૂનાગઢમાં વિકાસનાં કાર્યો જાેશભેર હાથ ધરાયા છે અને આ બધુ જાણી અનુભવીને જાણે જૂનાગઢવાસીઓને એવી લાગણી થઈ રહી છે કે રાજાનાં રાજયાભિષેકની તૈયારી સમા આ માહોલમાં વિકાસ – વિકાસ અને વિકાસનો સાદ સંભળાતો હોય તેમ લાગે છે. ર૪મી ઓકટોબર ર૦ર૦નો દિવસ જૂનાગઢ માટે આનંદની ઘડી હતી. કારણ કે આ દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં હસ્તે એશિયાનાં સૌથી મોટા રોપ-વે કે જેનું નિર્માણ જાણીતી ઉષાબ્રેકો કંપની દ્વારા સંપન્ન થયું હતું. તેવા ગિરનાર રોપ-વેનું લોકર્પણ કરાયુ અને હજારો ભાવિકોને ગિરનારની ટોચ ઉપર બિરાજતા જગત જનની માં અંબાજી માતાજીનાં દર્શનનો લ્હાવો મળ્યો અને સાથે રોપ-વેની સફર સાથે કુદરતી વાતાવરણનો આનંદ એ અનેરી અનુભૂતી કરાવી આપી ટુંકાગાળામાં અઢી લાખથી વધુ પ્રવાસીઓએ રોપ વેની સફર સાથે અંબાજી માતાજીનાં દર્શનનો લાભ લીધો અને ગિરનાર રોપ-વેને પ્રવાસી જનતા માટેનું નંબરવન સ્થળ ગણી કંપનીને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે.
ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમનાં વડપણ હેઠળની સંવેદનશીલ સરકાર દ્વારા જૂનાગઢ શહેરનાં વિકાસ માટેનાં પગલા સરાહનીય છે. એટલું જ નહીં પ્રવાસન વિભાગનાં મંત્રી જવાહરભાઈ ચાવડાની દીર્ધદ્રષ્ટી અને જૂનાગઢ શહેર અને ગુજરાતમાં આવેલા ઐતિહાસીક અને પ્રવાસન ધામોને સ્થળોને વિકસાવવાની દ્રઢ નીતિ પણ આવકારને પાત્ર છે. ‘‘ પ્રવાસ ધામોનાં વિકાસમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રવાસનમંત્રી જવાહરભાઈ ચાવડાનું યોગદાન એક ઈતિહાસ રચાશે.
જૂનાગઢ શહેરમાં આવેલા મજેવડી દરવાજા, સરદાર પટેલનાં નવિનીકરણની સાથે ઐતિહાસીક ઉપરકોટ, મહાબત મબકરાનાં રીનોવેશન અને નવિનીકરણની કામગીરી પુરજાેશથી ચાલી રહી છે. દરમ્યાન ગત તા.૧૯ જાન્યુઆરીનાં દિવસે જૂનાગઢમાં ભુર્ગભ ગટર યોજનાનાં ખાત મૂર્હુત કાર્યક્રમમાં આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જૂનાગઢને હેરીટેજ નગરી બનાવવાની જાહેરાત કરી છે અને પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાએ જૂનાગઢ શહેરને પ્રવાસન ક્ષેત્રનું હબ ગણાવ્યું છે. એવા આપણા આ શહેરનાં સર્વાંગી વિકાસનો પાયો શુભ ચોઘડીયે નખાયો છે અને એક પછી એક વિકાસનાં કાર્યો શરૂ થઈ રહયા છે. હાલ જૂનાગઢ શહેરમાં રેલવે સ્ટેશનથી જાેષીપરા અને ગિરીરાજ સોસાયટી સુધીનાં બે ઓવરબ્રીજ બનવા જઈ રહયા છે. ઉપરાંત શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરનાં બ્યુટીફિકેશન અને વિલીંગ્ડન ડેમનાં નવિનીકરણનું કામ શરૂ થઈ રહયું છે એ પણ આનંદની વાત છે અને આ સાથે જ જાે બધુ સમુ સુતરૂ પાર ઉતરે અને કોરોનાં રૂપી વિધ્ન નહીં આવે તો આ વર્ષે મહાશિવરાત્રીનો મેળો પણ ‘‘હટકે’’ યોજાનાર છે તેવું જાણવા મળે છે. આ ઉપરાંત ખાપરા ખોડીયાની ગુફા, બાવા પ્યારેની ગુફા, બારા સૈયદની ઝાળી, મકબરા, વિલીંગ્ડન ડેમ સાઈટનો પણ વિકાસ થવો અત્યંત જરૂરી છે તેમ આમ જનતાની લાગણી પ્રવર્તી રહી છે.

જૂનાગઢની મુલાકાતે આવનાર પ્રવાસીને શું શું જાેવા મળશે ?
ગુજરાતનું મહત્વનું શહેર એવું જૂનાગઢ પ્રવાસી જનતાને વારંવાર મુલાકાત લેવાનું મન થાય તેવું સુંદર, રળીયામણું, શાંત અને સંસ્કારી શહેર છે. આ શહેરમાં વર્ષ દરમ્યાન હજારો, લાખો પ્રવાસી મુલાાકત લે છે. અને ફરી આવવાનો વાયદો કરે છે કારણ કે આ શહેર એવું ગમતીલું છે. આ શહેરની ધાર્મિકતા, ઐતિહાસીકતા, સંસ્કારીકતા અને કોમી એકતા આતીથ્યની ભાવના સૌને આકર્ષે છે. અહીં આ શહેરમાં આવનારા પ્રવાસીઓને એક આનંદની અનુભુતી થાય છે. આ શહેરની મુલાકાતે આવનારા પ્રવાસીઓ માટે ફરવા લાયક અને આકર્ષણરૂપ સ્થળો નીચે મુજબ છે.
• એશિયાનાં સૌથી મોટા ગિરનાર રોપ-વેની સફર અને અંબાજી માતાજીનાં દર્શનનો લ્હાવો
• ભવનાથ મહાદેવ દર્શન, મૃગીકુંડ, પૂ. દાતાર બાપુની જગ્યા એવા ઉપલા દાતાર, દામોદરકુંડ, રાધામોધવજી, મહાપ્રભુજીની બેઠક.
• ઐતિહાસીક ઉપરકોટ, મહાબત મકબરા (જેનાં રીનોવેશનની કામગીરી ચાલુ છે)
• એશિયાટીક લાયનસહીતનાં પ્રાણી પક્ષીઓ જયાં વસવાટ કરે છે તેવું પ્રાણી સંગ્રહાલય એટલે કે સકકરબાગ.
• ગિરનાર નેચર સફારી જયાં સિંહ દર્શન સાથે પ્રકૃતિની મોજ માણવા મળે.
• જૂનાગઢ મ્યુઝિયમ કે જયાં રાજાશાહી યુગ તેમજ નવાબી શાસન સમયનાં અદભુત અનન્ય ખજાનો જાેવા મળી રહયો છે.
• ભુતનાથ મહાદેવમંદિર, ગાયત્રી શકિતપીઠ,
• ઝાંઝરડા રોડ ઉપર આવેલ જલારામ ભકિતધામ ખાતે પૂજય જલારામબાપાનું મંદિર
• જૂનાગઢ શહેરમાં અનેક એવા ફરવા લાયક સ્થળો અને ધાર્મિક સ્થળો છે કે જેની મુલાકાત લઈ અને સહેલાણીઓને અનેરી અનુભૂતિ થાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!