જૂનાગઢમાં હદપારી ભંગનાં ગુનામાં શખ્સ ઝડપાયો, પોલીસે કરી કાર્યવાહી

0

જૂનાગઢ શહેર તથા તાલુકાના ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા આશરે એક ડઝન લોકોને તાજેતરમાં જૂનાગઢના એસડીએમ અંકિત પન્નુ દ્વારા હદપાર કરવામાં આવેલ છે. દરમ્યાન જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આવા તડીપાર હદપાર થયેલા ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોને અવાર નવાર ચેક કરી, મળી આવે તો, તાત્કાલિક કાનુની કાર્યવાહી કરી, હદપાર ભંગના કેસો કરવા સુચના આપવામાં આવેલ છે. હદપાર/તડીપાર થયેલા ઇસમોને ચેક કરવાની ઝુંબેશના ભાગરૂપે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, એ.એસ.આઇ. એમ.ડી.માડમ અને સ્ટાફના વનરાજસિંહ, દિનેશભાઇ, પ્રવીણભાઇ, વિક્રમસિંહ, સુભાષભાઈ, અનકભાઈ સહિતના પોલીસ કર્મચારીઓની ટીમ દ્વારા જૂનાગઢ જિલ્લા તથા શહેરમાંથી દોઢ વર્ષ માટે હદપાર થયેલ ઇસમ અસ્પાકશા ઇસ્માઇલશા રફાઇ ફકીર (ઉવ.૨૨ રહે. સુખનાથ ચોક, તાર બંગલા પાસે, જૂનાગઢ) મળી આવતા રાઉન્ડ અપ કરવામાં આવેલ હતો. પકડાયેલ આરોપી અસ્પાકશા ઇસ્માઇલશા રફાઇ ફકીર જૂનાગઢ જિલ્લાની શહેર તથા ગ્રામ્ય વિસ્તારની હદમાંથી દોઢ વર્ષ માટે તડીપાર કરવામાં આવેલ હોવા છતાં કાયદાનાં હુકમનું ઉલ્લંઘન કરી, જૂનાગઢ જિલ્લામાં જ મળી આવતા, આરોપી વિરૂધ્ધ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણભાઇ રાણીંગભાઇ દ્વારા સરકાર તરફે ફરિયાદી બની હદપારી ભંગનો ગુન્હો નોંધી ધરપકડ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!