કોરોનાની અસર ઘટતાં અને રસીકરણનો લોકોમાં વિશ્વાસ વધતાં તેમજ વાહન વ્યવહાર શરૂ થતાં સોમનાથ મંદિરનાં દર્શનાર્થીઓની સંખ્યામાં દિવસે-દિવસે વધારો થઈ રહ્યો છે. આ અંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી-ર૦ર૧માં ૪,૩૭,૭૪૭ દર્શનાર્થીઓએ પ્રત્યક્ષ રીતે ભગવાન ભોળાનાથના દર્શન કર્યાં હતાં જેમાં ર૩ થી ર૬ જાન્યુઆરી ર૦ર૧ સુધીમાં જ ૮,૮૦૦ દર્શનાર્થીઓએ મંદિરમાં પ્રત્યક્ષ દર્શન કર્યાં
હતાં.
દર્શનાર્થીઓની ગણત્રી કેમેરા અને કોમ્પ્યુટર દ્વારા ચોકસાઈપૂર્વક કરાય છે. સોમનાથ ખાતે દર્શનાર્થીઓ ઉમટતાં સોમનાથ ટ્રસ્ટના અતિથિગૃહો, ભોજનાલયો ૬૦ થી ૬પ ટકા ફુલ જાય છે. પરપ્રાંતના યાત્રિકો પણ સોમનાથ આવતા થયા છે. ટ્રસ્ટના સચિવ પ્રવિણભાઈ લહેરીએ ત્રણ દિવસ મુકામ કરી સમગ્ર વ્યવસ્થાનું નિરીક્ષણ કરી માર્ગદર્શન આપ્યું હતું.
અત્રે નોંધનીય છે કે ગત ૧૯ માર્ચ, ર૦ર૦થી સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરાયું હતું જે કેન્દ્ર અને રાજય સરકારની કોરોના ગાઈડલાઈન મુજબ ૮-૬-ર૦ર૧ના રોજ દર્શનાર્થીઓને દર્શન માટે ખુલ્લું કરાયું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews