કોવિડ મૃત્યુઆંકના મામલે ભારત ૨૧મા સ્થાને પહોંચ્યું

0

ભારત કોરોના સામેની લડત વધુ મજબૂત થઈ રહી છે. એક તરફ કોરોના વેક્સીનેશન અભિયાન ચાલી રહ્યું છે. બીજી તરફ કોવિડના સંક્રમણને મ્હાત આપનારા દર્દીઓની સંખ્યા પણ વધતી જઈ રહી છે. રાહતની વાત એ છે કે કોરોના મૃત્યુઆંકના મામલે ભારત હવે ૨૧મા સ્થાને પહોંચી ગયું છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૧૪ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં ૧૦થી ઓછા કેસ નોંધાયા છે. આ ઉપરાંત ૫ રાજ્યમાં એક દિવસમાં એક પણ વ્યક્તિનું મોત નથી થયું.
ભારતમાં કોરોના વેક્સીનેશન અભિયાનનું પહેલું ચરણ હાલ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ ૪૪,૪૯,૫૫૨ લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૨,૮૯૯ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૦૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૭,૯૦,૧૮૩ થઈ ગઈ છે.
ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૪ લાખ ૮૦ હજાર ૪૫૫ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧૭,૮૨૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૧,૫૫,૦૨૫ એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૫૪,૭૦૩ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર) ભારતમાં કોવિડ-૧૯ (ર્ઝ્રદૃૈઙ્ઘ-૧૯)ની મહામારી સામે લડીને ૧ કરોડ ૪ લાખ ૮૦ હજાર ૪૫૫ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧૭,૮૨૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૧,૫૫,૦૨૫ એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૫૪,૭૦૩ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૩ ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કુલ ૧૯,૯૨,૧૬,૦૧૯ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!