જૂનાગઢની આસ્થા હોસ્પિટલના ડો. ચિંતન યાદવને ‘ટીબી હારેગા દેશ જીતેગા’ના ધ્યેય સાથે કરાયેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરાયા હતા. ભારત દેશમાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ સરકાર દ્વારા ચાલી રહ્યો છે તેમાં જૂનાગઢની આસ્થા હોસ્પિટલ ખાતે શંકાસ્પદ ટીબીના દર્દીઓ આવતા હોય તેવા દર્દીઓની નામની નોંધણી કરીને તેમને જૂનાગઢની જુની સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલ ટીબી હોસ્પિટલ ખાતે સલાહ અને સારવાર માટે મોકલવા બદલ જૂનાગઢ જિલ્લા (ક્ષય) ટીબી નિયંત્રણ પ્રોગ્રામ હેઠળ જિલ્લા પબ્લિક-પ્રાઇવેટ કોર્ડીનેટર રમેશભાઈ બાકુ, ટીબી હેલ્થ વિઝીટર નીતિનભાઈ બામરોટિયા દ્વારા ડો. ચિંતન યાદવને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews