જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર અને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાજેતરમાં જૂનાગઢ જિલ્લામાં યોજાનાર તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણી તેમજ જૂનાગઢ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નં. ૬ તથા ૧૫ ની પેટાચૂંટણી માટે અત્યારથી જ તૈયારી આરંભી દેવા તથા કડક હાથે કામ લેવા સુચના અપાઈ છે જેને આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, એએસઆઇ એમ.ડી.માડમ અને સ્ટાફના વનરાજસિંહ, દિનેશભાઇ, પ્રવીણભાઇ, વિક્રમસિંહ, સુભાષભાઈ, અનકભાઈ સહિતનાં કર્મચારીઓની ટીમ દ્વારા જૂનાગઢ જિલ્લા તથા શહેરમાંથી દોઢ વર્ષ માટે હદપાર થયેલ અસ્પાકશા ઇસ્માઇલશા રફાઇ ફકીર (ઉ.વ.૨૨ રહે. સુખનાથ ચોક, તાર બંગલા પાસે, જૂનાગઢ) મળી આવતા રાઉન્ડ અપ હદપાર ભંગનો ગુન્હો નોંધી, ધરપકડ કરાઈ હતી. પકડાયેલ આરોપીને હદપાર કર્યા બાદ વારંવાર હદપારીનો ભંગ કરી, જૂનાગઢ ખાતે જ મળી આવતો હોય તાજેતરમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોઈ, વારંવાર હદપારના હુકમનો ભંગ કરી, હદપારી હુકમને ઘોળીને પી જવાની વૃત્તિ ધરાવતા આરોપીને જૂનાગઢ એસડીએમ અંકિત પન્નુની રૂબરૂ રજૂ કરતા હદપારી ભંગના ગુન્હામાં વારંવાર પકડાયેલ આરોપીને હદપારીનો બાકીનો સમય જૂન ૨૦૨૨ સુધી સવા વર્ષ માટે કચ્છ ભુજની પાલરા જેલ ખાતે મોકલી આપવા હુકમ આપેલ હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews