જૂનાગઢ જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયનો સન્માન સમારોહ મંગળવારનાં રોજ મનોરંજન સર્કિટ હાઉસ જૂનાગઢ ખાતે યોજાયો હતો. જેમાં જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો.ચેતનભાઈ ત્રિવેદી, સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજનાં પ્રમુખ છેલભાઈ જાેષી, ધારાસભ્ય ભીખાભાઈ જાેષી, હસુભાઈ જાેષી, ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડયા, બટુક બાપુ, ડો.આર.પી.ભટ્ટ, કોર્પોરેટર શિલ્પાબેન જાેષી, પલ્લવીબેન ઠાકર, શારદાબેન પુરોહિત, પરશુરામ ફાઉન્ડેશનના ચેરમેન શૈલેષભાઈ દવે તેમજ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવભાઈ જાેષી, મેહુલભાઈ ઉપાધ્યાય, સરકારી વકીલ નિરવભાઈ પુરોહિત, નિર્ભય પુરોહિત, નોટરી ભરતભાઈ રાવલ, માતંગ પુરોહિત જયેશભાઈ ભરાડ, કમલેશભાઈ પંડયા, વિનુભાઈ જાેષી, સિધ્ધાર્થભાઈ પંડયા, સનતભાઈ પંડયા, મનિષાબેન દવે, કનકબેન વ્યાસ, ગાયત્રીબેન જાની, ભરતભાઈ મેસીયા સહિત જૂનાગઢ શહેર તથા જીલ્લાનાં સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનો ઉપસ્થિત રહી આર.એસ. ઉપાધ્યાયનું સન્માન કર્યુ હતું. કાર્યક્રમનાં પ્રારંભે જૂનાગઢ જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજનાં પ્રમુખ અને નોબલ સ્કુલનાં સંચાલક કે.ડી. પંડયાએ જણાવ્યું હતું કે શ્રી ઉપાધ્યાયએ ચાર માસ પહેલા જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારીનો ચાર્જ સંભાળ્યા બાદ ધો.૯ થી ૧રનાં વિધાર્થીઓ વધુમાં વધુ ઓનલાઈન શિક્ષણ મેળવે અને અભ્યાસથી વંચિત ન રહે તે માટે જૂનાગઢ જીલ્લા ભરની ૬પ૦ સ્કુલોના આચાર્યોને સતત સુચના આપી રીવ્યુ લેવામાં આવતાં. જેના કારણે ઓનલાઈન શિક્ષણ મેળવવામાં જૂનાગઢ જીલ્લાને સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ નંબરે લાવી દીધો. તેમજ જૂનાગઢ જીલ્લામાં જૂનાગઢ, કેશોદ, ભેંસાણ, માણાવદર, માંગરોળ, વિસાવદર, માળિયાહાટીના, મેંદરડા સહિતનાં તાલુકાઓમાં
શ્રી ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ર૦૧૩ બોટલ રકત એકત્ર કરી હોસ્પિટલમાં જરૂરીયાતમંદોને ઉપયોગી થવામાં નિમીત બન્યા છે. અને જીલ્લાભરની શાળામાં શિક્ષણની ગુણવત્તા વધે તે માટે સતત શાળાઓની મુલાકાત લઈ માર્ગદર્શન આપી રહયાં છે. ધારાસભ્ય ભીખાભાઈ જાેષીએ જણાવ્યું હતું કે આવા કર્મનિષ્ઠ અધિકારીનું સન્માન ખુબ જરૂરી છે અને બ્રહ્મસમાજ હંમેશા સમાજને આપતો આવ્યો છે. ત્યારે આપણે લેવા માટે નહીં પણ દેવા માટે સર્જાયા છીએ.
શ્રી ઉપાધ્યાયની કાર્યપધ્ધતિને હું હૃદયની બિરદાવી અભિનંદન પાઠવું છું. આ તકે કુલપતિ ચેતન ત્રિવેદી, આર.પી.ભટ્ટ સહિતના અધિકારીઓ અને સમાજના આગેવાનોએ શ્રી ઉપાધ્યાયની કામગીરીની પ્રશંસા કરી સમાજનું ગૌરવ વધારવા બદલ અભિનંદન આપ્યા હતાં. સન્માનનો પ્રતિભાવ આપતા શ્રી ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે જ્ઞાતિગંગાએ મારી કાર્ય નિષ્ઠાને બિરદાવીને સન્માન કર્યુ છે તે માટે હું સદૈવ ઋણી છુ અને જૂનાગઢ જીલ્લાની ૬પ૦થી વધુ શાળાઓમાં અમુક ફેરફારો કરવા ઘણી કસોટીનો સામનો કર્યો છે પણ બ્રાહ્મણ હોવાથી ઈશ્વરીય કર્મ સિધ્ધાંત ઉપર કાર્યો કરવાની અમારા વડીલ સ્વ. ભાસ્કરભાઈ ઉપાધ્યાય, સ્વ. અરવિંદભાઈ ઉપાધ્યાય તરફથી પ્રેરણા મળી છે. કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ જાેષીએ કર્યુ હતું અને સફળ બનાવવામાં જૂનાગઢ જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ કે.ડી.પંડયા તથા શહેર પ્રમુખ પ્રફુલભાઈ જાેષી અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews