આજે વિશ્વ કેન્સર દિવસ છે. કેન્સર રોગને રોકવાના સાવચેતીના પગલા અને તેની સારવાર અંગે લોકજાગૃતિ કેળવવા માટે દર વર્ષે ૪ ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ મનાવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં માનવીના મૃત્યુના કારણરૂપ રોગોમાં કેન્સર બીજા ક્રમે આવે છે. કેન્સરથી બચાવ અને તેના પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી વિશ્વ કેન્સર દિવસ ઉજવવાની શરૂઆત વર્ષ ૧૯૯૩માં કરવામાં આવી હતી. “વિશ્વ કેન્સર દિવસની થીમ આઇ એમ એન્ડ આઇ વીલ” રાખવામાં આવી છે. આ થીમ ૨૦૧૯ થી ૨૦૨૧ સુધી રાખવામાં આવી છે, જે આ વર્ષે પણ યથાવત છે. સૌ પ્રથમ વિશ્વ કેન્સર દિવસ વર્ષ ૧૯૯૩માં જિનેવા, સ્વિટ્ઝરલેન્ડમાં યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ (ેંૈંઝ્રઝ્ર)દ્વારા ઉજવવામાં આવ્યો હતો. કેન્સરથી મરતા અને પીડાતા લોકોનું પ્રમાણ ઘટાડવા તથા આ રોગ વિષે જાગૃતિ લાવવા યુનિયન ફોર ઈન્ટરનેશનલ કેન્સર કંટ્રોલે ૨૦૦૮માં ૪ ફેબુ્આરીને વર્લ્ડ કેન્સર ડે જાહેર કર્યો હતો. કેન્સરના જાેખમો વિષે સામાન્ય લોકોને જાગૃત કરવા અને તેના લક્ષણ અને બચાવની માહિતી આપવાના ઉદ્દેશથી વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે. આજે કેન્સરને અસાધ્ય કહેવું ખોટું હશે પણ કેન્સરથી થનાર નુકશાન કેટલીક વાર સામાન્ય વ્યક્તિનું જીવન સમાપ્ત કરી નાખે છે. કેન્સરની જાણ બાયોપ્સી નામના ટેસ્ટ ઉપરથી થાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું છે કે, તંબાકુના ઉપયોગ કેન્સરનું સૌથી મહત્વપૂર્ણ જાેખમી પાસુ છે અને લગભગ ૨૨% કેન્સરથી થનાર મોત માટે જવાબદાર છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી છે કે, ઓછી અને મધ્યમ આવકવાળા દેશોમાં મૂડીરોકાણના અભાવે કેન્સર માટે પ્રતિબંધાત્મક સારવાર નબળી હોવાથી આગામી ૨૦૪૦ સુધીમાં સંબંધિત દેશોમાં કેન્સરના કેસોની સંખ્યામાં ૮૧ ટકાનો વધારો થઇ શકે છે. યુવાનો તમાકુ નહીં પણ મોતને ગલોફામાં ભરાવે છે. સિગારેટ અને હુક્કાને મર્દાનગીનું સિમ્બોલ ગણતી યુવાપેઢી પોતાના જીવતરને ધુમાડામાં ઉડાડી રહી છે અને એટલે જ કેન્સર નાનો રોગ લોકોના જીવનને ધડાધડ ‘કેન્સલ’ કરી રહ્યો છે. આજના યુગમાં ફાસ્ટ ફૂડ અને જંકફૂડ વધુ ખાવાથી પણ કેન્સર થવાની શક્યતા છે. ઘણા બધા પ્રકારના કેન્સર પૈકી મોઢાના, ગર્ભાશયના મુખના, સ્તન કેન્સરનું પ્રમાણ વધુ જાેવા મળે છે.
કેન્સરના પ્રકાર
આમ તો કેન્સર ઘણા પ્રકારના હોય છે, પરંતુ જે સૌથી વધુ સામે આવે છે તેમાં સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સર, પેટનું કેન્સર, બ્લડ કેન્સર, ગળાનું કેન્સર, ગર્ભાશયનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, મસ્તિષ્કનું કેન્સર, લિવરનું કેન્સર, બોન કેન્સર, મોઢાનું કેન્સર અને ફેંફસાના કેન્સરનો સમાવેશ થાય છે.
કેન્સર અટકાવવા શું કરવું ?
તમાકુનું સેવન, ધુમ્રપાન, દારૂ, આહાર, મેદસ્વીતા, વારસાગત, ચેપી રોગોથી થતા ગર્ભાશયના કેન્સર વગેરે કેન્સર થવાના મુખ્ય કારણો છે. તમાકુ, વ્યસનોનું સેવન છોડી દેવા તેમજ લીલા શાકભાજી અને ફળોનો ખોરાકમાં પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવા, મેદસ્વીતા ઘટાડવા, ફ્રોઝન ખોરાક ન લેવા, શરીરનું વજન જાળવવા, નિયમીત કસરત કરવાથી સ્તન, પ્રોટેસ્ટ, ફેફસા, આંતરડા, કીડનીના કેન્સરને અટકાવી શકાય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews