અવાર-નવાર વાતાવરણમાં બદલાવના કારણે આંબાઓમાં આગોતરા-પાછોતરા ફાલ જાેવા મળી રહયા છે. સરેરાશ જાન્યુઆરીની શરૂઆતમાં આંબામાં ફલાવરીંગ એટલે કે મોર આવવાની શરૂઆત થતી હોય છે. ફેબ્રુઆરીમાં મગીયો બંધાઈ ખાખડીનું બંધારણ થાય છે. ત્યારે થોડા વર્ષોથી વાતાવરણમાં અચાનક બદલાવના કારણે ફલાવરીંગ મગીયો ખાખડી બનવામાં થોડા દિવસ પહેલા મોડું થતું રહે છે. ગત વર્ષની સરખામણીએ બજારમાં ખાખડીનું બે સપ્તાહ મોડુ આગમન થયું છે. જ્યારે ગત વર્ષના ખાખડીના ભાવની સરખામણીએ હાલના વર્ષે ઉંચી કિંમત જાેવા મળી રહી છે. ગત વર્ષે ખાખડીના આગમનની શરૂઆતમાં પ્રતિ કિલો ત્રણસો રૂપિયાના ભાવે બજારમાં વેંચાણ થતું હતું જે આ વર્ષે ખાખડીના આગમનની શરૂઆતમાં પ્રતિ કિલો પાંચસો રૂપિયામાં ખાખડીનું વેંચાણ થઈ રહ્યું છે. હાલના વર્ષે કેરીનું મબલખ ઉત્પાદન થાય તેવું લાગી રહ્યું છે તેમજ કેરીની સીઝન લાંબો સમય રહેશે તેવી શક્યતા સેવાઇ રહી છે. જેથી કેરીના સ્વાદ રસીકોને ફળોની રાણી કેરીનો સ્વાદ લાંબો સમય સુધી માણવા મળે તેવો અંદાજ સેવાઈ રહ્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews