ગુજરાત સરકાર દ્વારા પેપરલેસ બજેટ રજુ કરાશે

0

ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમ્યાન રજૂ થનાર બજેટને લઈને કેટલાક ક્રાંતિકારી ર્નિણય લેવામાં આવ્યા છે. આ વખતે કેન્દ્ર સરકારની માફક પેપરલેસ બજેટ રજૂ કરવાનો ર્નિણય રાજ્યના નાણાં મંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પહેલી માર્ચથી શરૂ થઈ રહ્યું છે અને વર્તમાન સરકાર નો બજેટ ૨૦૨૧-૨૨ બીજી માર્ચે રજૂ થનાર છે. ત્યારે કરકસરના ભાગરૂપે બજેટ ચોપડા સ્વરૂપમાં આપવાને બદલે પેન ડ્રાઈવમાં આપવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. ગત વર્ષે પ્રથમ વખત પેપરલેસ બજેટ આપ્યું હતું એ પરંપરાને આ વર્ષે પણ આગળ વધારવામાં આવશે .આ વર્ષે માત્ર ૧૫૦ કોપી પ્રિન્ટ કરવામાં આવશે જે લાઇબ્રેરી માટે અનામત રાખવામાં આવી છે. તમામ સાહિત્ય પેનડ્રાઈવમાં આપી ને કાગળની મોટાપાયે બચત કરાશે તેમજ પ્રિન્ટિંગ ખર્ચમાં પણ બચત કરાશે. રાજ્યના નાણા મંત્રી નીતિનભાઇ પટેલના જણાવ્યા અનુસાર કરકસરના પગલાંના ભાગરૂપે આ વર્ષે પણ પેપરલેસ બજેટ રજૂ કરાશે. ધારાસભ્યોને પેનડ્રાઈવમાં બજેટ ડોક્યુમેન્ટ આપવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!