જૂનાગઢ શહેર અને જિલ્લામાં તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણી સંદર્ભે પોલીસનું પેટ્રોલીંગ

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર અને જૂનાગઢ જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાજેતરમાં જૂનાગઢ જિલ્લામાં યોજાનાર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી તેમજ જૂનાગઢ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નં. ૬ તથા ૧૫ ની પેટાચૂંટણી માટે અત્યારથી જ તૈયારી આરંભી દેવા તથા કડક હાથે કામ લેવા સુચના અપાઈ છે જેને આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ડિવિઝનના એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન, વિસાવદર, બીલખા, ભેસાણ, મેંદરડા સહિતના પોલીસ સ્ટેશનોના થાણા અમલદારો તથા પોલીસ સ્ટાફ દ્વારા અત્યારથી જ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ તથા વાહન ચેકીંગ હાથ ધરવામાં આવેલ છે. પેટ્રોલિંગ તથા વાહન ચેકીંગ દરમ્યાન દેશી, વિદેશી દારૂના બુટલેગરોને પણ ચેક કરવાની તથા પ્રોહીબિશનની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવાની કાર્યવાહી પણ આરંભી દેવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના તમામ થાણા અમલદારો દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એરિયા ડોમીનેશનની કાર્યવાહી કરવામાં આવેલ હતી. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જી ચૌધરી, પીએસઆઇ વી.જે.ચાવડા, વી.કે. ઉંજીયા તથા સ્ટાફ દ્વારા દરરોજ સાંજના સમયે સરદાર પટેલ ચોક, બીલખા રોડ, પંચેશ્વર સહિતના પોઇન્ટ ઉપર વાહન ચેકીંગ કરવાનું ચાલુ કરવામાં આવેલ છે. તેવી જ રીતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી.સોલંકી, પીએસઆઇ એ.કે. પરમાર, કે.કે.મારૂ સહિતના અધિકારીઓ તથા પોલીસ સ્ટાફ દ્વારા પણ વોર્ડ નં. ૬ ના વિસ્તાર ઓઘડનગર, જાેશીપરા વિસ્તારમાં ચેકીંગ કરવાનું ચાલુ કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા પ્રજામાં સલામતીનો અહેસાસ થાય એ માટે ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકીંગ કરી, એરિયા ડોમીનેશનની કામગીરી દરમ્યાન પ્રોહીબિશનના બુટલેગરોને ચેક કરવાની કાર્યવાહીમાં પણ રહયા હતા. બે દિવસ દરમ્યાન કરાયેલ ચેકીંગ કાર્યવાહી દરમ્યાન કુલ ૫૪ વ્યક્તિઓની ધરપકડ કરી તમામ વિરૂધ્ધ અટકાયતી પગલાંઓ લેવામાં આવેલ છે જે પૈકી ૧૫ પ્રોહીબિશનના બુટલેગરો વિરૂધ્ધ અટકાયતી પગલાઓ લેવામાં આવેલ છે. ઉપરાંત, કુલ ૭૦ જેટલા પ્રોહીબિશનના બુટલેગરોને ચેક કરી ૧૫ પ્રોહીબિશનના કેસો કરવામાં આવેલ છે. વધુમાં, એ ડિવિઝન પોલીસ દ્વારા ૧ આરોપીને હદપારી ભંગમાં પકડી, બી ડિવિઝન પોલીસ દ્વારા ૧ આરોપીને કેફી પીણું પી વાહન ચલાવતા પકડી, તાલુકા પોલીસ દ્વારા ૧ વ્યક્તિને હથિયાર સાથે પકડી તેમજ સી ડિવિઝન પોલીસ દ્વારા આરોપીઓને જુગારધારા મુજબ પકડી, ધરપકડ કરી, ગુન્હાઓ નોંધવામાં આવેલ છે. ઉપરાંત, ખાસ કરીને સરદાર પટેલ ચોક, બીલખા ગેઇટ, પંચેશ્વર વિસ્તારમાં સુપર કોપ બાઇક પેટ્રોલિંગ પણ ગોઠવવામાં આવેલ છે. વિસાવદર, બીલખા, ભેસાણ, મેંદરડા સહિતના પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા પણ વાહન ચેકીંગ તથા ફૂટ પેટ્રોલિંગ તેમજ વિસ્તારમાં ચેકીંગ અંગે એરિયા ડોમીનેશનની કાર્યવાહી કરવામાં આવેલ હતી. વાહન ચેકીંગ તથા ફૂટ પેટ્રોલિંગ તેમજ વિસ્તારમાં ચેકીંગ અંગે એરિયા ડોમીનેશનની કાર્યવાહી, સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન ચાલુ રાખાશે તેમ પોલીસની યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!